વાંસદાને યોગ માં આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિધ્ધ કરતું આનંદ તપોવન.નવતાડ
. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેદિક સાયન્સ ના માં યોગિની શાંભવી દેવી દ્વારા પંડિત વામદેવ શાસ્ત્રી તથા વિવેકાનંદ કેન્દ્ર ના વાઇસ પ્રેસિડેંટ શ્રી હનુમંથા રાવ ના સાંનિધ્ય માં ડો.શંકરભાઇ પટેલ પ્રેસિડેંટ આનંદ્તપોવાન તથા વૈશાલી શાહ ડાઇરેક્ટર આનંદ્તપોવાન નું ક્ષુરિકા ઉપનિષદ પર રિસર્ચ પેપર માટે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ખાતે સન્માન.
વિશ્વ પ્રસિધ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારી, મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરાલા અને સેન્ટ્રલ યુનિવર્સિટી હિમાચલ પ્રદેશ ના સંયુક્ત ઉપક્રમે કન્યાકુમારી માં તા.૨ જી ફેબ્રુઆરી થી ૪ થી ફેબ્રુઆરી ત્રણ દિવસ યોગ ઉપનિષદ પર આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ. સમગ્ર ભારત અને વિશ્વ ના બીજા દેશોમાંથી ૧૨૭ જેટલા યોગ ઉપનિષદ પર સંશોધન પત્રો રજૂ થયા હતા. ગુજરાત માંથી એકમાત્ર આનંદ તપોવન માંથી ડો. શંકરભાઈ પટેલ(બ્રહ્માનંદ) તથા ડાયરેક્ટર વૈશાલી શાહ ને આ કોન્ફરન્સ માં સંશોધન પેપર રજુ કરવા આમંત્રણ મળ્યું હતું.
ડો. શંકરભાઈ અને વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા ઉપર સંશોધન પેપર તા.૨ જી નારોજ વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ના રામાયણ હોલ માં રજુ કરવામાં આવ્યું હતું. ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા દ્વારા માનવ ની ઉચ્ચતર દૈવી શકિત નું જાગરણ , કુંડલિની જાગરણ અને મોક્ષ પ્રાપ્તિ અંગે અત્યંત સરળ ભાષા માં રજૂઆતો કરી હતી. એમના આ સંશોધન લેખ ને ૭ મી આ આંતરરાષ્ટ્રિય પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ડો. શંકરભાઈ ( બ્રહ્માનંદ) અને ડાયરેક્ટર વૈશાલી શાહ ઘણા સમય થી યોગ દ્વારા યુગ પરિવર્તન તથા આરોગ્ય માટે વિના મૂલ્યે ધ્યાન ના વર્ગો ચલાવી રહ્યા છે.
ડો.શંકરભાઇ યોગ માં વિશ્વપ્રસિદ્ધ યુરોપિયન આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટિ, પેરિસ માંથી PHD અને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા યોગા માસ્ટર, યોગચિકિત્સા આચાર્ય છે.
ડો.શંકરભાઇ પટેલ તેમજ આનંદ્તપોવાન ના ડાયરેક્ટર વૈશાલી શાહ ને નવેમ્બર,2023 માં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય , હરિદ્વાર દ્વારા યોગ અને યોગ ચીકીત્સા માં એમના યોગદાન માટે સન્માનીત કરવામાં આવ્યા હતા॰
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-