વાંસદા તાલુકાના મનપુર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળવા માં આવ્યો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજી ટર્મ નો પહેલો અને 111 મો એપિસોડ જોવાયો.
. . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નો ત્રીજી ટર્મ નો પહેલો અને 111 મો એપિસોડ નું મનપુર ગામે મન કી બાત ના સંયોજક ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સન્માનિય વરિષ્ઠ કાર્યકર શાંતુભાઈ ભક્તા ના ઘરે લોકોએ નિહાળીઓ. આ કાર્યક્રમમાં ચારણવાડા તાલુકા પંચાયત સીટ ના સભ્ય યોગેશભાઈ દેસાઈ ની વિશેષ હાજરી રહી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ 2024 ની લોકસભાની વિશ્વની સૌથી મોટી ચૂંટણીની ઉલ્લેખ કર્યો હતો કે જેમાં 65 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.
સૌપ્રથમ પ્રધાનમંત્રીએ 30 જૂનના દિવસને વિશેષ ઉલ્લેખ કરી 1855 માં ક્રાંતિના જનક કે જે ચાર ભાઈ સીધો, કનહુ, ચાંદ અને ભૈરવ કે જે આદિવાસી ક્રાંતિ કરી અંગ્રેજો સામે લડ્યા હતા અને આંદોલન કરી શહિદિ વહોરી હતી. સાથે જેમણે પ્રકૃતિના રક્ષણ માટે “એક ઝાડ માં ના નામે” લગાડવાનો અભિયાન ચલાવવા આહવાન કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવમાં 7000 અમૃત સરોવર બનાવવામાં આવ્યા એનો ઉલ્લેખ કર્યો હતો
ત્યારબાદ ચોમાસાની શરૂઆત સાથે ઉપયોગ લેવાતી કેરાલાના અટ્ટાપટ્ટી માં આદિવાસી બહેનો દ્વારા કારથુંભી છત્રી બનાવવામાં આવે છે એનો ઉલ્લેખ કર્યો હતો અને આ છત્રી નો મહત્વ કેરાલાના સંસ્કૃતિ સાથે જોડી હતી. સાથે જ આવતા મહિને શરૂ થઈ રહેલા પેરિસ ઓલમ્પિક રમોત્સવ માટે ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. એક વિશેષ રેડિયો પ્રસારણ કુવેત રેડિયો દ્વારા કે જે દર રવિવારે હિન્દીમાં અડધો કલાક નું કુવેત દેશમાં કરવામાં આવે છે એમાં ભારતીય સંસ્કૃતિ અને કલા નો ઉલ્લેખ કરવામાં આવે છે એનો વિશેષ ઉલ્લેખ પ્રધાનમંત્રીએ કર્યો હતો. 21 જૂનના દિવસે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો એમાં વિશેષ કરીને સૌપ્રથમવાર સાઉદી અરબ માં એક મહિલા દ્વારા મેઇન યોગા સેશન ચલાવવામાં આવ્યો હતો. અને રોજ યોગા કરી જીવનને એક સકારાત્મકતા તરફ લઈ જવા આહવાન કર્યું હતું.
આકાશવાણી ના સંસ્કૃત પ્રસારણના 50 વર્ષ પૂર્ણ થવાની સાથે સંસ્કૃત ભાષા તરફ જોડાઈ રહેવા માટે લોકોને આહવાહન કર્યું હતું અને અંતે ભગવાન જગન્નાથની રથયાત્રા અને અમરનાથ યાત્રા ની ઉલ્લેખ કરી એમના મન કી બાત ના કાર્યક્રમનો એપિસોડને પૂર્ણ કર્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-