વાંસદા સર્કિટ હાઉસથી નીકળી રેલી
મામલતદાર ઓફિસમાં ઘુસી નારા લગાવી,થાળી વગાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો

0
175

નવસારી ચીખલી અને વાંસદા તાલુકામાંથી સુરત નાસિક અહમદનગર ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ નો વિરોધ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે.ત્યારે લોક સુનાવણી થાય એ પહેલાજ ૭/૧૨ માં કાચી એન્ટ્રી કરી દેવાતા વાંસદા ખાતે ચીખલી વાંસદા ના ધારાસભ્ય અનંતપટેલની આગેવાની માં આદિવાસી સમાજના લોકો અને અસરગ્રસ્તો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે

સુરત નાસિક અહમદનગર ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ એટલે કે ભારતમાલા પ્રોજેકટ જે નવસારી ચીખલી અને વાંસદાતાલુકામાંથી પસાર થનાર છે ત્યારે અસરગ્રસ્ત ખેડુતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.સાથેજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થતા જ વાંધા અરજી રજૂ કરી હતી જે બાદ નવસારી પ્રાંતઅધિકારી સમક્ષ ગત ૨૫ થી ૨૮ તારીખ સુધી વાંધાઅરજીની સુનાવણી રાખવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહી લેખિતમાં વાંધો રજૂ કર્યો હતો.જોકે ગત ૧૫ તારીખના રોજ ચીખલી અને વાંસદા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનની ૭/૧૨ની નકલમાં કાચી એન્ટ્રી પાડી દેવાતા અસરગ્રસ્ત ખેડૂતો રોષે ભરાયા છે.જેથી વાંસદા ખાતે ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકો અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા એક રેલી યોજાઈ હતી.જેમાં મહિલાઓ થાળી વેલણ લઈને રેલીમાં જોડાઈ હતી તો વાંસદા સર્કિટ હાઉસ થી નીકળેલી રેલી મામલતદાર કચેરી ખાતે પોહચી હતી જયા મામલતદાર ની ઓફિસમાં ધસી જઈ નારા લગાવી થાળી વેલણ વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.તો અને જો આવનારા સમયમાં આ કાચી એન્ટ્રી રદ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

રિપોર્ટ : કેયૂર પટેલ. Today 9 Sandesh News

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here