News

વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા વાંસદાના પ્રાંતઅધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા વાંસદા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આદિવાસી સંસ્થાઓ જોડે અન્યાય અને અત્યાચારો કરવા બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરાયેલ આવેદનપત્ર વાંસદાના પ્રાંતઅધિકારીને આપવામાં આવેલ અને તેમાં જણાવ્યા પ્રમાણે આદિવાસી સંસ્થા શ્રી ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ કે જે સંપૂર્ણ ૧૦૦% આદિવાસી સંસ્થા છે તેને ટ્રાયબલ સબપ્લાન કચેરી વાંસદા દ્વારા અમલીકરણ અધિકારી તરીકે વાંસદાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોહિલ કે જેઓ બિન આદિવાસી વ્યક્તિ છે તેઓ મનસ્વી વર્તન કરીને ટેન્ડર પ્રક્રિયાની જાણ નહિ કરેલ અને આદિવાસી સંસ્થાનો કોઈપણ પ્રકારનો વાંક કે ગુના વગર લેખિત પત્ર દ્વારા બ્લેક લિસ્ટ કરવાની ધમકી આપેલ .

હાલે પણ તેઓ મહદઅંશે આદિવાસી વિસ્તાર એવા વાંસદા તાલુકામાં અને પ્રાયોજના વહીવટદાર ટ્રાયબલ સબપ્લાન કચેરી – વાંસદાના કામોની ફાળવણી સ્થાનિક સંસ્થાઓ તથા આદિવાસી સંસ્થાઓને અવગણીને માત્ર વહાલા દાહલાની નીતિથી પોતાની તથા પોતાના વ્હાલા રાજકીય નેતાઓની માનીતી સંસ્થાઓને જ કામગીરીની ફાળવણી કરી રહેલ હોવાની રજુઆત મળેલ જે બાબતોએ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોહિલ ખુબ જ મનસ્વી વર્તન કરીને આદિવાસીઓ પર અત્યાચારો અને અન્યાયો કરતા હોવાથી તેઓ વિરૂધ્ધ સરકારશ્રીના નિયમોનુસાર પગલાં ભરવાની વિનંતી કરાયેલ.

આ આવેદનપત્ર આદિવાસી સેનાનાં રાષ્ટ્રીય પ્રમુખ ડૉ.પંકજપટેલ, કાર્યકર્તાઓ રૂપાબેન આર. કુનબી, રમેશભાઈ કુનબી (રૂપવેલ ), જયેન્દ્ર જે. પટેલ (ઝરી)અને ગણેશભાઈ સી. પટેલ (ખંભાલીયા ) દ્વારા આપવામાં આવેલ છે

Today 9 Sandesh News દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

વાંસદા અમિત મૈસુરીયા

Related Posts

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!