નવા વષૅના શુભ પવૅ નિમીતે સમગ્ર યુવા ધનને પ્રોત્સાહિત કરવા નવી ચેતનાનું સંચાર થાય. પરસ્પર સ્નેહભાવ , મિત્રભાવ, ભાઈચારા જળવાઈ રહે તે માટે મનપુર ક્રિકેટ ટીમ દ્વારા MPL સીઝન -4 નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ગામના 100 જેટલા ખેલાડીઓ એ ભાગ લીધો. MPL નું ઉદ્દઘાટન રાકેશભાઈ શર્મા વાંસદા તાલુકા ભાજપના મહામંત્રી દ્વારા કરવામાં આવ્યું .ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરવા માટે ટીશર્ટ આપી હતી
જેમાં મુખ્ય યજમાન
પિયુષભાઈ કે. પટેલ ગુજરાત પ્રદેશ એસ.ટી. મોરચા મહામંત્રી તેમજ શ્રીમતી પારૂલતાબેન બી. ગાંવિત તાલુકા સદસ્ય વાંસદા ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્ય મહેમાન તરીકે ડૉ.મનીષ પટેલ શિવમ હોસ્પિટલ વાંસદા , ડૉ. વિશાલભાઈ અમૃત હોસ્પિટલ વાંસદા ,ડૉ. લોચન શાસ્ત્રી શ્રી હોસ્પિટલ , એ હાજરી આપી હતી.આ કાર્યક્રમ મા માં અતિથિ વિશેષ તરીકે બાપજુભાઈ ગાયકવાડ (જિ. પં. ન્યાયસમિતિ ના ચેરમેન ) , શ્રી મુકેશ સી.પટેલ ( ભાજપા પ્રમુખ વાંસદા ) ,
ચંદુભાઈ કે.જાદવ ( જિ. પં. સદસ્ય ), તરુણભાઈ ગાંવિત ( કારોબારી અધ્યક્ષ વાંસદા ), યોગેશ દેસાઈ ( તાલુકા સદસ્ય વાંસદા ) , રાજુભાઈ મોહિતે , મહેશભાઈ કુરમી, વગેરે મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન સંજયભાઈ બી. બિરારી ( વાંસદા તાલુકા ભાજપના મહામંત્રી ) તથા મનપુર ક્રિકેટ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ –
TODAY 9 SANDESH NEWS- દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ- અમિત મૈસુરીયા