વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક અને વૈજ્ઞાનિક સમજ મળી રહે તથા તાલુકાના નાગરિકોને સરકારી સેવાઓ એક જ છત્ર નીચે ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યમાં તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
રવિ કૃષિ મહોત્સવ ના ક્રાર્યક્રમ ની રૂપરેખા આપી પી. બી. કોલડીયા મદદનીશ ખેતી નિયામકશ્રી એ શાબ્દિક સ્વાગત કર્યુ.
પ્રગતીશીલ ખેડૂત અને પ્રાકૃતિક ખેતી ના વિચારો અને અનુભવો શ્રી મનુભાઈ પટેલ (ભિનાર), યશવંતભાઈ પટેલ (દુબળ ફળિયા) અને અરવિંદભાઈ ચૌધરી (વાંસકુઈ) એ આપ્યા હતા અને જમીન જે જિવંત રાખશો તો જમીન આપણને જીવતી રાખશે એવો સમજાવ્યુ અને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું.
વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપ્તીબેન પટેલએ કિચન ગાર્ડનમાં ઘરના કચરામાથી બનેલ ખાતર નો ઉપયોગ કરવા અને આવી રીતે તૈયાર થયેલ પેદાશને પોતાના ઘર માટે વાપરવા જણાવ્યુ
પિયુશભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી(આદિજાતી મોરચા) એ આધુનિક ખેતીમાં રસાયણિક ખાતર ના વધુ પડતા ઉપયોગના કારણે થતા જમીન નુકશાન વિશે જણાવ્યુ. કૃષિ મહોત્સવ થકિ થતા ફાયદા વિશે ખેડૂતોને જણાવ્યું. તેમજ પ્રાકૃતિક ખેતી થી આપણા વિસ્તારને રોગ મુક્ત અને સ્વસ્થ સમાજ બનાવાનુ આહવાહન કર્યું.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અંબાબેન પટેલ એ ખેડૂતોને ગાય આધારિત ખેતી અને દેશી જાતોના વાવેતર કરવા બાબતે જણાવ્યું હતું. જાતિના દાખલા કઢાવવા અને જમીન ખાતામાં હયાતીમાં નામ દાખલ કરવા ભાર પુર્વક આગ્રહ કર્યો હતો.
કૃષિ તજગ્નો ને પાક વિષયક અને નવિંતમ ટેકનોલોજી અને ઈથેનોલ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું
સ્ટેજ ખાતે થી ૧૩ ખેડૂત લાભર્થીઓને અને પશુપાલન ના ૨ લાભાર્થી થઈ કુલ રૂ. ૨,૩૪,૧૨૦/- ની સહાય નુ વિતરણ કરવામાં આવ્યું.
ખેતી વિષયક ૨૦ સ્ટોલ અને સેવાસેતુ ના ૧૫ સ્ટોલ નુ આયોજન કરવામાં આવ્યુ. આ સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોએ ઉત્સાહ પુર્વક ભાગ લિધો હતો.
કાર્યક્રમમાં ખાતે નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અંબાબેન માહલા, જીલ્લા પંચાયત સદસ્યશ્રી ચંદુભાઈ પટેલ, શ્રીમતિ દિપ્તીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી-વાંસદા, શ્રી માધુભાઈ તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ-વાંસદા, શ્રી તરૂણભાઈ ગાંવિત – તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, પિયુશભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી(આદિજાતી મોરચા), ડો. લોચનભાઈ શાસ્ત્રી ભાજપ જિલ્લા કારોબારી સભ્ય કિસાન મોરચા, તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ અને શાંતુભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, તલુકા સંગઠન મહામંત્રી સંજયભાઈ બિરારી અને રાકેશભાઈ શર્મા, ભુપેંદ્રભાઈ પટેલ કિશાન મોરચા જિલ્લા ઉપ પ્રમુખ, શ્રી ગણપતભાઈ માહલા જિલ્લા ભાજપા મહામંત્રી, શ્રી શાંતીલાલ ભાક્ત – માજિ કિશાન મોરચા પ્રમુખ, શ્રી મણિભાઈ પટેલ એ.પી.એમ.સી. વાઈસ ચેરમેન, વાંસદા તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર તાલુકા વહિવટી તંત્ર અને ખેતીવાડી ખાતાએ સંપુર્ણ આયોજન કરેલ હતુ.
Today 9 Sandesh News
રીપોર્ટ – અમિત મૈસુરીયા વાંસદા