ધાર્મિક ગ્રંથો અનુસાર, દશેરાના દિવસે મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામે 10 માથા વાળા રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કર્યો હતો.
આ પ્રાચીન કથા ના આધારે દશેરાના દિવસે 10 માથા વાળું પૂતળું બનાવી દહન કરવામાં આવે છે. ત્યારે ચીખલી તાલુકાના આમધરા ગામમાં જલારામ ધામ નવયુવક મંડળ,આમધરા દ્વારા છેલ્લાં 15 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘટ સ્થાપન કરી માતાજીની નવ દિવસ ગરબા સાથે આરાધના કરી દશેરાના દિવસે રાત્રે 08:00 કલાકે ડી.જે. ના તાલ સાથે લંકાપતિ રાવણના 15 ફુટ ઉંચા પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. આકર્ષક પૂતળાં તૈયાર કરવાં મંડળના ધવલ પટેલ અને મંડળ ના યુવાનો એ ભારી જહેમત ઉઠાવી હતી.
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા