દશેરા પર્વ નિમિત્તે વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા રાજપૂત સમાજ ભવન, વલસાડ ખાતે વિવિધ ક્ષેત્રે સમાજને ગૌરવ અપાવવા બદલ સમાજના વીરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમ માં ધરમપુરની ઉમરમાળ પ્રાથમિક શાળાના શિક્ષક હેમંતકુમાર ભીખુભાઈ રાઠોડને શિક્ષણ ક્ષેત્રે સમાજને ગૌરવ અપાવવા બદલ વલસાડ વિભાગ રાજપુત સમાજ સેવા સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હેમંતકુમાર ભીખુભાઈ રાઠોડ ધરમપુરનાં ભાંભા ગામના રહીશ છે. તેમણે ઉમરમાળ પ્રાથમિક શાળાને પોતાની કારકિર્દી દરમિયાન અનેક સિધ્ધિઓ અપાવી છે. તેઓને આ વર્ષે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પણ મળ્યું હતું.
શાળાના બાળકો અને સમાજનો વિકાસ થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેઓના આ ભગીરથ કાર્યની રાજપૂત સમાજે નોંધ લઈ તેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ – અમ્રત ગાંવિત – બ્યુરો ચીફ વલસાડ