વાંસદા,
વાંસદા નેશનલ પાર્કમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી વર્ષ 2023-24 ના અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વિવિધ રેન્જોના કાર્ય વિસ્તારમાં વન્ય પ્રાણી સાપ્તાહ ઉજવણી તારીખ 2 ઓક્ટોબર 2023 થી 8 ઓક્ટોબર 2023 સુધી આયોજન કરવામાં આવી હતી જેમાં વાંસદા નેશનલ પાર્ક વિસ્તારના આજુ બાજુ ગામોમાં સાપ્તાહિક કાર્યક્રમના આયોજનના ભાગરૂપ વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે તારીખ 2 ઓક્ટોબરના રોજ મહુવાસ થી કેવડી થઈ ખરજાઈ સુધી મીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ઉત્સુક દોડવીરોએ ભાગ લીધો હતો.
3 ઓક્ટોબર 2023 ના રોજ “નવતાડ પ્રાથમિક શાળા” ખાતે વન્ય પ્રાણીઓ,પક્ષીઓ અને પર્યાવરણ લક્ષી ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ નું આયોજન કરવામાં આવ્યું. તારીખ 4 ઓક્ટોબર 2023 ના રોજ વાંસદા થી વઘઈ મેન રોડ ઉપર તાડપાડા સમિતિના સભ્ય દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું
તારીખ 5 ઓક્ટોબર 2023 ના રોજ “તાડપાડા અને નવતાડ”ગામમાં સાફ સફાઈ તથા ગ્રામજનોને વન્ય પ્રાણી સરક્ષણ માટે વન કર્મીઓ દ્વારા મીટીંગો કરી અને પર્યાવરણ આપણા જીવનમાં કેટલીક ઉપયોગી છે તેવી સમજણ આપી હતી 6 ઓક્ટોબર 2023 આંબાબારી પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વાંસદા નેશનલ પાર્ક ના સ્ટાફ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને રેલીનું આયોજન કરી ગ્રામ વાસીઓ અને વન્યજીવન રક્ષણ,જતન મહત્વ બાબતે સમજાવવામાં આવ્યું હતું 7 ઓક્ટોબર 2023 ના રોજ *રંગપુર શાળામાં* બાળકોને વાંસદા નેશનલ પાર્ક કિલાદ કેમ્પ સાઈટ ઇન્ટરપ્રિટેશન હોલ સેન્ટર ખાતે પ્રાણીઓને અલગ અલગ અવાજો ભિન્ન ભિન્ન પક્ષીઓના ચિત્રો પ્રાણીઓનું વિશ્લેષણ વિશે જાણકારી આપેલ ત્યાર બાદ આંબાબારી ગ્રામજનો ને પ્રકૃતિ, જંગલ, જળ, જમીન અને જીવનું જતન માટે જાગૃતતા માટે તમાશા નું આયોજન કરી તમાશા, નાચે કે ડ્રામા દ્વારા વન્ય પ્રાણીઓને ગામે ગામ તથા પર્યાવરણને બચાવવા માટે તમાશા નાટક યોજી માહિતી આપવામાં આવેલ તારીખ 8 10 2023 ના રોજ *સત્ય સાંઈ સ્કૂલ મહુવા* ખાતે એન.જી.ઓ(NGO) ( કલા સંવર્ધન પ્રગતિ મંડળ વાંસદા) તથા સ્ટાફ મિત્રો દ્વારા શાળાના બાળકોને લેક્ચર ગોઠવી વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓની ઓળખ આપી પ્રશ્નોત્તરી કરવામાં આવેલ હતી આમ વન્ય પ્રાણી સફળ ઉજવણી માટે વાંસદા નેશનલ પાર્ક RFO સાહેબ શ્રી ગણેશ ભોયે , સ્પેશિયલ ડ્યુટી ફોરેસ્ટર -મીના.એસ. ધુમ,ફોરેસ્ટર એમ. પી. ચોર્યા, એસ.એમ,ધારાવાડીયા તથા વિ.જે.ભરવાડ સ્ટાફ નાં તમામ રોજમદાર, સારસ્વત મિત્રો દ્વારા વન્યપ્રાણી સાપ્તાહ સફળ ઉજવણી કરવામાં આવી .
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિતમૈસુરીયા