દમણ ફણસા માછીવાડ ના સ્પર્ધકો એ ભાગ લીધો નાળીયેરી પૂર્ણિમા ની સ્પર્ધા યોજાઇ

દમણ તારીખ 30-8-2023 ને બુધવાર શ્રાવણ સુદ પૂર્ણિમા નો દિવસ એટલે રક્ષાબંધન નો તહેવાર એટલે ભાઇ બહેનનો તહેવાર આજ રોજ બહેન ભાઇ ને રક્ષાસૂત્ર બાધી ભાઇ નું રક્ષણ થાય એવી મનોકામના કરે છે.

નારીયેળી પૂર્ણિમા નો તહેવાર પણ ઉજવવામાં આવે છે. આ રોજ માછીમારો સમુદ્ર નારાયણ ને નાળીયેર વધાવી દરીયા દેવ નું પૂજન કરી પોતાનો વ્યવસાય શરૂ કરે છે.
આ પ્રસંગ દમણ ખાતે ખૂબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે જેમાં તરણ ની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે

જેવીકે પુરુષ સ્ત્રીઓ માટે તરણ નાની સ્પીડ બોટ ની સ્પર્ધા વગેરે પરંતુ એક સ્પર્ધા એ અનોખી સ્પર્ધા છે એ છે હિબડીયા ની સ્પર્ધા એ પણ વ્યક્તિગત સ્પર્ધા છે આ સ્પર્ધા ફક્ત ફણસા માછીવાડ ના સ્પર્ધકો જ ભાગ લે છે થરમોકલ ની શીટ થી નાની હોડી જેવો સેફ હોય છે અને એના ઉપર છાતી તરફથી ઉબડા સૂઈ ને તરવું પડે છે આ અનેરી સ્પર્ધા મા કુલ 17 વ્યક્તિ ઓ એ ભાગ લીધો હતો

જેમાં ફણસા માછીવાડ ના પ્રથમ વિજેતા ધ્રુવકુમાર રમેશભાઈ માછી દ્વિતીય વિજેતા હેમેક્ષકુમાર હિરેનભાઇ માછી તૃતીય વિજેતા પ્રણયકુમાર કૈલાશભાઇ માછી અને ચતુર્થ વિજેતા તરીકે મોર્વિનકુમાર ધનસુખભાઈ માછી વિજેતા રહયા હતા.
આ તબક્કે મુખ્ય અતિથિ તરીકે દમણના એમ. પી. શ્રીમાન લાલુભાઇ પટેલ તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમાન અસ્પિ દમણિયા તથા અન્ય મહેમાનો દ્વારા પ્રમાણપત્રો અને શિલ્ડ તથા રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ રીતે આનંદમય રીતે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.

TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા નેશનલ પાર્કમાં વન્ય પ્રાણી સાપ્તાહ ઉજવણી કરવામાં આવી

વાંસદા, વાંસદા નેશનલ પાર્કમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી વર્ષ 2023-24 ના અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વિવિધ રેન્જોના કાર્ય વિસ્તારમાં વન્ય પ્રાણી સાપ્તાહ ઉજવણી તારીખ 2 ઓક્ટોબર 2023 થી 8…

વાંસદા તાલુકાના ભીનાર  ગામનું ગૌરવ નિષ્ઠાપટેલ અન્ડર 17 અને મૈત્રી પટેલ અન્ડર 14માં કરાટે સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ.

વાંસદા – વાંસદા તાલુકાના ભીનાર ગામની મૈત્રી અને નિષ્ઠા એ જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમે લાવી ભીનાર ગામનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!