વાંસદા –
વાંસદા તાલુકાના ભીનાર ગામની મૈત્રી અને નિષ્ઠા એ જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમે લાવી ભીનાર ગામનું નામ રોશન કર્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતે તા:-6/09/2023 બુધવારના રોજ થયું હતું. જેનું જીલ્લા રમત – ગમત અધિકારીશ્રીના તાબા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરાટે અન્ડર-14 મૈત્રી ધર્મેશ પટેલ ચઢાવ પ્રાથમિક શાળા અને અન્ડર-17 નિષ્ઠા ધર્મેશ પટેલ A B School, નવસારી માં આભ્યાસ કરે છે. જેઓ અંતરિયાળ વિસ્તાર વાંસદા તાલુકાના ભીનાર ગામના વતની છે. જેમાં નિષ્ઠા ધર્મેશ પટેલે અન્ડર -17 કરાટેમાં જ્યારે મૈત્રી પટેલ અન્ડર 14 જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ભીનાર ગામનું નામ રોશન કર્યું છે અને જેઓ આગામી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે .જેમના કોચ પ્રથમ પટેલ અને સિયાન દીપક પટેલ દ્વારા કોચીગ કરાવવામાં આવ્યું હતું શાળાના આચાર્ય અને કોચ તરફથી બંને દીકરીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવ્યા હતા.
અમિત મૈસુરીયા
TODAY 9 SANDESH NEWS