સૌપ્રથમ કાર્યક્રમ માનકુનિયા રાયબોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રીનાબેન જયંતીભાઈ બીરારીની આગેવાનીમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ-સફાઈ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જનજાતિ કલ્યાણ આશ્રમ નવસારી શાખા દ્વારા સર્વ રોગ નિદાન નો મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને એમને જરૂરી સલાહ સૂચન સાથે દવા આપવામાં આવી હતી. અને ત્રીજો કાર્યક્રમ બ્લડ સેન્ટર આહવા ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
.
મેગા મેડિકલ કેમ્પમાં નવસારી થી જનજાતિ કલ્યાણ આશ્રમના છગનભાઇ ઢિમૅર તથા તેમની સાથે ડોક્ટર અને ફાર્મસીસટની ટીમ આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઈ, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન, ઉપપ્રમુખ શ્રી માધુભાઈ પટેલ,તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ દેસાઈ, સુનિલભાઈ , તથા પરશુભાઈ બીરારી , પરેશભાઈ,વાંગણ ગામના આગેવાન બારૂકભાઈ, સુરેશભાઈ પાડવી, રમેશભાઈ ગાયકવાડ, ચંદુભાઈ, વિસ્તારક બ્રિયન્ત પરમાર તથા જુથ ગ્રામ પંચાયત માનકુનિયા ના સભ્યો હાજર રહ્યા હતા. વાલ્મિકી આશ્રમશાળા ના આચાર્ય ભુપેશભાઇ વહિયા તથા શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને આશ્રમશાળા ના બાળકોએ મેડિકલ કેમ્પ ના ઉદ્ઘાટન સમયે પ્રાર્થના ગાઈ કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમ નું આયોજન ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું . અને તેમણે મેડિકલ કેમ ના ઉદ્ઘાટન પ્રસંગે નિરોગી કેવી રીતે રહેવું એના માટે લોકોને જીવનમાં યોગ અને પ્રાકૃતિક ખેતી નો આહાર લેવો ખૂબ જ જરૂરી છે એની સમજણ આપી હતી અને એમણે બ્લડ ડોનેશન કેમ્પમાં સૌ પ્રથમ બ્લડ આપી ગામના લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા