ભાદરવી પૂનમ નિમિત્તે આદ્યશક્તિ માં અંબાના 50થી વધુ ભક્તો માનકુનિયા ગામેથી માં અંબાના જય ઘોષ કરતા પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન કરવા નીકળ્યા હતા.
માતાજીનો રથ બપોરે 12:30 કલાકે હનુમાનબારી ગ્રામ પંચાયત પાસે આવી પહોંચતા ડોક્ટર લોચન શાસ્ત્રી, તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ દેસાઈ તથા પરશુભાઈ બીરારી, સરપંચ શ્રી રાકેશભાઈ પટેલ, ઠાકોરભાઈ તથા ગામના આગેવાનોએ પગપાળા જતા માતાજીના ભક્તોને શ્રીફળ તેમજ ગુલાબના ફૂલ આપી સ્વાગત કર્યું હતું. સાથે જ તેમનો આગળનો પ્રવાસ શાંતિમય રીતે પૂરો થાય અને માતાજીના દર્શન થાય તે માટેની શુભેચ્છા પાઠવી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા