સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કુલ 71 જગ્યા પર 71,000 યોગ આચાર્ય દ્વારા કુલ સાત લાખ ત્રીસ હજાર લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો.
વાંસદા ખાતે પણ કુકણા સમાજ હોલ પર બીજા દિવસે માનનીય પ્રાંત સાહેબ , તાલુકા વિકાસ અધિકારી ,તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન, ડોક્ટર લોચન શાસ્ત્રી, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ ,જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ, પ્રદ્યુમનસિંહ સોલંકી ,ધર્મેન્દ્રસિંહ સોલંકી, એડવોકેટ વિજયભાઈ, જેસીઆઈ પ્રમુખ મિતુલભાઈ ભાવસાર તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.
આ સફળ યોગ શિબિર નું આયોજન વાંસદા ના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ માનસિંગભાઈ તથા મનોજભાઈ યોગ ટ્રેનર રોહિતભાઈ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર યોગ શિબિરનું સંચાલન ધન લક્ષ્મીબેન અને કિરણબેન દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આભાર વિધિ માનસિંગભાઈ એ કરી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-