વાંસદા તાલુકાની શ્રી ગ્રામ સેવામંડળ વાંસદા સંચાલિત શ્રી ગિરિજન આશ્રમશાળા આંબાબારી ખાતે આચાર્ય વિનોબા ભાવેના સર્વોદય વિચારોથી પ્રેરિત કર્મયોગી પરિવાર સુરતના પુરુષાર્થથી સમર્પણ ભવન અભિયાન તથા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તથા જશોદા નરોત્તમ ચેરિટી ટ્રસ્ટ ધરમપુરના સહયોગથી ડાંગના દીદી તરીકે ઓળખાતા પદ્મભૂષણ પૂર્ણિમાબેન પકવાસા કન્યા છાત્રાલય આંબાબારીનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમની શુભ શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું.સુરતથી પધારેલ મહેમાનોએ છાત્રાલયના મકાનનું રીબીન કાપી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રીફળ વધેરીને છાત્રાલયના બાળકોને અર્પણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના વડીલ ટ્રસ્ટી વન પંડીત એવા અનુપસિંહ સોલકી દ્વારા સંસ્થાની માહીતી આપવામાં આવી તેમજ સ્વાગત પ્રવચન કર્યું હતું 1966 થી સ્થપાયેલ શ્રી ગ્રામ સેવા મંડળ વાસદામાં માધુભાઈ ચૌધરી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી પાંચ જેટલી આશ્રમશાળાઓ અને બે ઉત્તર બુનિયાદીઓની સ્થાપના કરી હતી. આજે પણ એ વાતને વાગોળતા માધુભાઈ ચૌધરીને સતત યાદ કરી આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતા વ્યક્ત કરતા એવા બોમ્બે સ્ટેટ વખતના ધારાસભ્ય માધુભાઈ ચૌધરીને યાદ કર્યા હતા અને દાતા પરિવાર દ્વારા આશ્રમશાળાઓની અંદર જે વિવિધ જગ્યાએ ભવનો બનાવી આપવામાં આવ્યા હતા. તેનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ લક્ષ્મણભાઈ મોરડીયા દ્વારા મહેમાનો નો પરિચય આપવામાં આવ્યો.
કેશુભાઈ ગોટી દ્વારા 309 ભવનોનું નિર્માણનું સંકલ્પ અને તેમાં 177 ભવનનું લોકાર્પણ તથા અન્ય ભવનો માં 265 ભવનોના દાતા મળ્યા છે એ વાત કરી કેશુભાઈ ગોટીની સેવાકીય પ્રવૃત્તિ અને સદભાવનાનો ઉલ્લેખ કર્યો હતો. લોકાર્પણમાં ઉપસ્થિત એવા ગીતાબેન શ્રોફ, ચંપાબેન ગોવિંદભાઈ ધોળકિયા, નિર્મળા બેન લાલજીભાઈ પટેલ,હંસાબેન મથુરભાઈ સવાણી જેવા મહાનુભવો કે જેવો આવી પ્રવૃત્તિઓની અંદર સતત અને સતત ઉત્સાહિત થઈ કાર્ય કરે છે જેમની સેવાને લક્ષ્મણભાઈ મોરડીયા દ્વારા બિરદાવામાં આવી હતી. કર્મયોગી પરિવારે પૂર્ણિમાબેન પકવાસાના આશીર્વાદ લઇ તેમણે બતાવેલા રાહ ઉપર કે ” જ્યાં કોઈ કામ ન કરતું હોય ત્યાં કામ કરવાની જવાબદારી તમે ઉપાડજો ” એવી ભાવના વ્યક્ત કરી હતી. તેના અનુસંધાનમાં તેઓ ગુજરાતના ખૂણે ખૂણે સ્થપાયેલી આશ્રમશાળાઓની અંદર આવા મકાનો બનાવી આદિવાસી બાળકોના ભણતર ઘડતર અને ઉત્થાનની પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા છે. એ વાત દોહરાવી હતી. ત્યાર બાદ શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. સુરતથી પધારેલા માતૃશ્રી કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી 14 રાજ્ય મા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તેમજ છાત્રાલય નિર્માણની સેવાકીય પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી હતી.
દાતાશ્રીનું પુષ્પગુચ્છથી તેમજ શાલ ઓઢાડીને સંસ્થાના મહાનુભવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા રજુ કરવામા આવેલ આદિવાસી નૃત્ય સૌ મહેમાનો નું આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.સંસ્થા ના સભ્ય એવા રામભાઈ પટેલ દ્વારા સૌ મહેમાનો સંસ્થા તેમજ શાળા પરિવાર વતી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર આચાર્ય સ્ટાફમિત્રો તેમજ સંસ્થા ના પ્રમુખ રાકેશભાઈ ચૌધરી મંત્રી પ્રકાશભાઈ ગામીત ટ્રસ્ટી મંડળ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો તમામ આચાર્ય મિત્રો, સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા