શિક્ષણ

વાંસદા તાલુકાના વાંગણ ગામે ઉમિયા વાંચન કુટીરનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા વાંગણ ગામે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડનાં સૌજન્યથી નિર્મિત RAINBOW WARRIORS DHARAMPUR ગ્રામ પંચાયત વાંગણ તથા યુનિટી ગ્રુપ વાંગણ સંચાલિત ઉમિયા વાંચન કુટીરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેનું ઉદઘાટન તથા લોકાર્પણ ડૉ. ભાવિકાબેન એસ. પટેલ તથા સરપંચશ્રી સીતાબેન નવિનભાઈના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું.
Rainbow warriors Dharampur ની અનોખી પરંપરા મુજબ 1.ગામની સૌથી વધુ ભણેલી દીકરી જશવંતીબેન જી.તુંબડા 2.ગામનો પ્રથમ ક્લાસ 2 ઓફિસર ભાર્ગવભાઈ એ.પટેલ
3.સૌથી વધુ ભનેલ વ્યક્તિ અમ્રતભાઈ આર. ચવધરી
તથા શિક્ષક અનિલભાઈ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભાવિકાબેન એસ. પટેલનું શાલ ઓઢાડીને શ્રીફળ અને ફુલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના માજી જિલ્લા પંચાયત સભ્ય બારૂકભાઈએ ઉમિયા વાંચન કુટીરને ગામ માટે આશીર્વાદરૂપ જણાવી હતી તથા ગામના યુવાનો મહત્તમ લાભ લેવા માટે વિનંતી કરી હતી યુનિટી ગ્રુપના સભ્યોની કામગીરીને બિરદાવી હતી. સામાજિક કાર્યકર્તા વિપુલભાઈ એ જીવનમાં પુસ્તકાલયના મહત્વ વિશે સમજ આપી હતી તથા યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. વાંસદા તાલુકાના શિક્ષક સંઘ મહિલા વિંગનાં પ્રમુખ કિરણબેન પટેલે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તથા આયોજન વિશે સમજ આપી ઉજ્જવળ કારકિર્દી બનાવવા શુભેચ્છા પાઠવી હતી. રૂપેશભાઈ ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ એ યુનિટી ગ્રુપના સભ્યોની કામગીરીને બિરદાવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને શુભેચ્છાઓ આપી હતી. સુભાષભાઈ બારોટે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડની કામગીરીને બિરદાવી ઉમિયા વાંચન કુટીરને જ્ઞાનનું મંદિર ગણાવ્યું હતું તથા તેનું સુંદર સંચાલન થાય, ગામના અન્ય ગામના વધુમાં વધુ યુવાનો લાભ લે એ માટે ગામના સરપંચ, આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમના ઉદઘાટક ડૉ. ભાવિકાબેન એસ. પટેલે યુવાનોને હિંમત હાર્યા વગર સખત પરિશ્રમ કરવા અંગે પ્રેરક પ્રસંગ દ્વારા સુંદર સમજ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી સીતાબેન નવીનભાઈ જાદવ,સા. કાર્યકર અમરતભાઈ સી. ગવળી, અમ્રતભાઈ ડી. પટેલ (શિક્ષક), રમેશભાઈ ઝીરવાળ, જયેશભાઈ પટેલ (શિક્ષક), ભાર્ગવભાઈ ક્લાસ 2 અધિકારી, જયેશભાઈ પટેલ( પલ્લવ પ્રિન્ટર ધરમપુર), જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઈબ્રેરી ધરમપુર), ડૉ. વિરેન્દ્ર ગરાસિયા (શિક્ષક), ગુમાનભાઈ પટેલ (શિક્ષક) મિતેશ પટેલ, અંકિત પટેલ, સુનિલ પટેલ (જી. ઈ. બી નાના પોંઢા) વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિટી ગ્રુપના સભ્યો સુનિલભાઈ,ઉમેશભાઈ, જયેન્દ્રભાઈ,હસમુખ ભાઈ જી.પટેલ તલાટી ક્રમ મંત્રી,મુકેશભાઈ રાજેશભાઈ,અમ્રતભાઈ, પંકજભાઈ,નિલેશભાઈ,કિરણભાઈ,મિનેશભાઈ, ગણેશભાઈ, આશિષભાઈ, હસમુખભાઈ આર.ચવઘરી, ભાવિકભાઈ,મનીષભાઈ, તથા ગામના યુવાનો આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન યુનિટી ગ્રુપના સભ્યો જયેન્દ્રભાઈ,હસમુખભાઈ જી.પટેલ, સુનિલભાઈ,ઉમેશભાઈ તથા Rainbow warriors Dharampur નાં કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

અમિત મૈસુરીયા-દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

Related Posts

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!