વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાજીના મંદિરના ગરમ પાણીના કુંડ ચોમાસામાં વરસાદને પગલે ફરી જીવંત થયા છે. વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના ઝરા પુનઃ જીવંત થવા પામ્યા છે. વધુમાં વાંસદા તાલુકાના ઉનાઈના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ ઉનાઇ માતાના સાંનિધ્યમાં આવેલા ઐતિહાસિક ગરમ પાણીના ઝરામાં ચોસામા દરમ્યાન નવા નીર આવતાં જીવંત થઈ ઉઠયા છે
છેલ્લા ઘણા દિવસોથી વાંસદા વિસ્તારમાં અવિરત વરસાદના પગલે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના ઝરા પુનઃ જીવંત થયા છે. જેથી શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. પાણી માટે એક એવી માન્યતા છે કે કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. જેના કારણે અનેક ભાવિકભક્તો અહીં શ્રદ્ધા સાથે સ્નાન કરવા આવે છે કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવતા હોય છે.
અમિત મૈસુરિયા વાંસદા