સુનિલ કુંવર – 98987 99988 નામ નોંધાવા સંપર્ક કરો
કેન્સર નાં નિષ્ણાંતો ડૉ.સોહમ રાઉત અને ડૉ. કેતા દેસાઈ સેવા આપશે

લાયન્સ ક્લબ ઓફ વાંસદા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી – વાંસદા દ્વારા એપોલો હોસ્પિટલ CBCC સંચાલિત નિરાલી કેન્સર હોસ્પિટલ, નવસારીના સહયોગથી તદ્દન મફત કેન્સર કેમ્પનું આયોજન
બુનિયાદી કુમાર શાળા, ગાંધી મેદાન સામે વાંસદા સ્થળે તા. 05/12/2021 ના રવિવાર ના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે જેમાં કેન્સર નિષ્ણાંતો દ્વારા મફતમાં સેવા આપવામાં આવશે. સેવાનો લાભ લેવા સુનિલ કુંવર – 98987 99988 ને નામો નોંધાવા વિનંતી. સમય મર્યાદા ના લીધે 100 વ્યક્તિઓને જ તપાસવામાં આવશે.
આપણા વિસ્તારમાં સ્તન કેન્સર અને મોઢાના કેન્સર નું પ્રમાણ ખૂબ વધારે છે, કોઈ ચેક નથી કરાવતું, પરિણામે લાસ્ટ સ્ટેજ પર કેન્સર થયું છે એવી ખબર પડે ત્યારે સારવાર કરી સ્વજન ને બચાવવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે
કેન્સર ના દર્દી ના સાથે સમગ્ર પરિવાર ખૂબ દુઃખી થાય છે…
આપના થોડા પ્રયત્નોથી અને થોડા સમય દાનથી આપણે ઘણા લોકો ને મદદરૂપ થઇ શકીશું. આપના તરફથી ઓછા માં ઓછા 5 વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન એવી અપેક્ષા રાખીયે છીએ.
નોંધ. જેઓ તામાંકુ, માવા, ગુટકા, સિગારેટ, બીડી, તમખીર, દારૂ નું સેવન કરે છે એવા વ્યક્તિઓને સમજાવી આ કેમ્પમાં લાવો.
માતાઓ, બહેનો આ કેમ્પનો લાભ ખાસ લે. આપણા વિસ્તારમાં સ્તન કેન્સર અને ગર્ભાશય ના કેન્સર નું પ્રમાણ ખૂબ વધારે છે.માટે આવા કેમ્પ નો લાભ લેવો જરૂરી બને છે
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરિયા