વાંકલ : માંગરોળ તાલુકા મથકે માંગરોળ બાર એસોસિએશન(વકીલ મંડળ) ની ચૂંટણી યોજાય. માંગરોળ વકીલ મંડળ હોદ્દેદારો ની ચૂંટણી માં ભારે રસાકસી જામી હતી. એડવોકેટ અમિત શાહ નો એક મતે વિજય થયો.
માંગરોળ બાર ના ચૂંટણી કમિશનર તરીકે બી.બી.ઘડિયા ના અધ્યક્ષતા માં ચૂંટણી યોજવામાં આવી હતી.
પ્રમુખપદ માટે હરેન્દ્રસિંહ પરમાર અને અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભારે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો. કુલ મતદાન 48 હતા તેમાંથી બે મત કેન્સલ થયા હતાં. એડવોકેટ અમિત શાહને 24 મત મળ્યા હતા. જ્યારે હરેન્દ્રસિંહ પરમાર ને 23 મત મળ્યા હતા. અમિત શાહને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
સેક્રેટરી પદ માટે શકીલ કડીવાલા અને અભિષેક આર્ટિસ્ટે ઉમેદવારી નોંધાવી હતી. શકીલ કડીવાલા ને 31મત જ્યારે અભિષેક આર્ટીસ્ટ ને 16મત મળ્યા હતા. શકીલ કડીવાલા ને વિજેતા જાહેર કરાયા હતા.જ્યારે ઉપપ્રમુખ પદ માટે મીનાક્ષી મહીડા તેમજ જોઇન્ટ સેક્રેટરી માટે મિતેષ રણા સામે કોઈએ ઉમેદવારી ન નોંધાતા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અમિત શાહ અને શકીલ કડીવાલા એ સૌ વકીલ મંડળ નો આભાર માન્યો હતો.
રીપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ