156 માંગરોલ વિધાનસભાના 263 બુથ ઉપર તમામ મતદાન સ્ટાફ રવાના..
જનરલ ઓબ્ઝર્વર કંચન વર્મા (IAS) એ મુલાકાત લીધી
તાલુકામાં 7 મહિલા સખી બુથ પણ બનાવવામાં આવેલ છે જેમાં મતદાનના દિવસે સમગ્ર સંચાલન બહેનો દ્વારા કરવામાં આવનાર છે
132 બુથો વેબકાસ્ટિંગ દ્વારા સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવેલ છે
સ્ટાફને જી પી એસ ટ્રેકિંગ સિસ્ટમ થી સજ્જ બસ દ્વારા જે તે બુથ ઉપર રવાના કરવામાં આવ્યા
મોટામિયા માંગરોલ : પ્રથમ તબક્કાનુ વિધાનસભાનું મતદાન યોજનાર છે જે અંતર્ગત એસ.પી મદ્રેસા હાઈસ્કૂલ ના સંકુલમાંથી 156 માંગરોલ વિધાનસભાના 263 જેટલા મતદાન બુથો ઉપર આવતીકાલે મતદાન થશે તમામ બુથોનો સ્ટાફ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર શ્રીઓ ડિસ્પેચિંગ સેન્ટર પરથી મતદાનની તમામ સામગ્રી લઇ તેની ચકાસણી કરી તેઓને જમાડીને સ્ટાફને જી પી એસ ટ્રેકિંગ સિસ્ટમ થી સજ્જ બસ દ્વારા જે તે બુથ ઉપર રવાના કરવામાં આવેલા હતા
જનરલ ઓબ્ઝર્વર કંચન વર્મા (IAS) મુલાકાત લીધેલ હતી જે અંગેનુ ખૂબ જ સુંદર આયોજન ચૂંટણી અધિકારી શ્રી ડૉ જનમ ઠાકોર, મદદનીશ ચૂંટણી અધિકારી પાર્થ જયસ્વાલ , કિરણસિંહ રાણા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું તાલુકામાં 7 મહિલા સખી બુથ પણ બનાવવામાં આવેલ છે જેમાં મતદાનનુ સમગ્ર સંચાલન બહેનો દ્વારા કરવામાં આવનાર છે તેમજ 132 બુથો વેબકાસ્ટિંગ દ્વારા સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવેલ છે મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માંગરોલ પી એસ આઈ એચ આર પઢીયાર દ્વારા પૂરતો પોલીસ સ્ટાફ પણ દરેક બુઠ ઉપર ગોઠવવામાં આવેલ છે માઈક એનાઉન્સર મા માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિન સિંહ વાંસીયા એ સેવા બજાવી હતી
રીપોર્ટ વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ