વાંકલ: માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. વેરાકૂઈ ગામ ખાતે 40વર્ષ વધુના સમય થી જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવ ની ઉજવણી કરાતા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કોરોના ના બે વર્ષ બાદ જલારામ જયંતિ ની આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વેરાકુઇ ગામ વાંકલ થી સાત કિમી દૂર આવેલું છે. આજુબાજુ ના ગામના લોકો મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડ્યા હતા. ભકતજનો એ જલારામ બાપાના દર્શન કર્યાં હતા અને મહાપ્રસાદી નો લાભ લીધો હતો. આ તકે વેરાકુઈ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરિયા, જલારામ મંદિરના સ્થાપક સ્વ. નાનુભાઈ ગામીત ના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો એ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ: વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ