વાંસદા ના પીપલખેડમાં નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો.

પીપલખેડમાં નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો.

વાંસદા-ડાંગ:- પીપલખેડ તા.વાંસદાજિ. નવસારીમાં શ્રી જનસેવા સંધ ટ્રસ્ટ નાની ભમતી વાંસદા અને ઈન્ડિયન રેસકોર્સ સો. વાંસદા શાખા આયોજીત આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ મહારાજા જયવિરેન્દ્રસિંહજી બાપુના પ્રમુખ આગેવાની હેઠળ યોજાયો હતો

.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઈન્ડિયન રેસકોર્સ સોસાયટીના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરપંચ કમલેશભાઈ માહલાએ સૌને આવકાર્યા હતા..આ પ્રસંગે મહારાજા જયવિરેન્દ્રસિંહે પ્રાસંગિક પ્રવચન કરી ઈન્ડિયન રેસકોર્સની પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે ઈન્ડિયન રેસકોર્સ સોસાયટી વાંસદા શાખાના મંત્રી પદયુમનસિંહ સોલંકી,બોબી દાદા, હિમાંશુ સાહેબ,નવસારી જીલ્લાના પૂર્વ મહામંત્રી ગણપતભાઈ માહલા સરપંચ કમલેશભાઈ માહલા,તાલુકા પંચાયત સભ્ય જયશ્રીબેન માહલા,ડે. સરપંચ.કિશોરભાઈ માહલા ઉપસ્થિત રહ્યા હતા. આ ચશ્મા વિતરણ કેમ્પમાં 345 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન મોહનભાઇ ચૌધરીએ કર્યુ હતુ.

ગામના સરપંચ કમલેશભાઈ માહલાએ આ કેમ્પ પીપલખેડ ગામમાં યોજવા બદલ જનસેવા ટ્રસ્ટ નાની ભમતી,વાંસદા અને રેડકોર્સ સોસાયટી વાંસદા શાખાનો આભાર માન્યો હતો.
TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

વાંસદા તાલુકાનાં  ઉપસળ  ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

કુદરતી આપત્તિમાં માનવસેવાનું કાર્ય કુદરતી આપત્તિના કપરા સમયમાં માનવસેવાના ભાવ સાથે વાંસદા તાલુકાનાં ઉપસળ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલભભાણ , કેળકચ્છ , ચિકારપાડા ગામમાં વરસાદથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!