
વાંસદા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવા માં આવી.
8મી જન ઔષધી દિવસ નિમિત્તે વાંસદા તાલુકાના ટાવર પાસે IRCS વાંસદા તાલુકા ટીમ તથા જન ઔષધી સ્ટોર – કોટેજ હોસ્પિટલ વાંસદાના સંયુક્ત આયોજનથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સ્થાનિક દુકાનદારો તથા નાગરિકો મળીને 150થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન PMBJK જન ઔષધી દવાઓના લાભ, સસ્તી કિંમત અને ગુણવત્તાયુક્ત જનરિક દવાઓના ઉપયોગ અંગે માહિતી ત્યાના ફાર્માસિસ્ટ અક્ષીલ માહલા દ્વારા આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન રેડક્રોસના સભ્યો સેક્રેટરી પ્રધુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિનેશ ભાવસાર , નટુભાઈ પંચાલ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ પરમાર, ધર્મેશ પુરોહિત, આરિફ અવારી, દિલીપ પરેખ, મગનભાઈ પટેલ,THO પ્રમોદભાઈ, ડો. દીપિકા થોરાત હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ટીમ દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા કરી જન ઔષધી દવાઓ દ્વારા આરોગ્ય ખર્ચ ઘટાડવામાં કેવી રીતે મદદ મળે છે તેની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ રેડક્રોસ વાંસદા તાલુકા ટીમના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
