વાંકલ : અગામી સમયમા વિધાન સભા ની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં 156 માંગરોળ વિધાનસભાના સેક્ટર ઓફિસર, સેક્ટર મેજિસ્ટ્રેટની મિટિંગ માંડવી પ્રાંત અને ચૂંટણી અધિકારી ડૉ જનમ ઠાકોર ની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી.
આ મિટિંગમાં માંગરોળ મામલતદાર એ.સી.વસાવા માંગરોળ ટી.ડી.ઓ.બી.ડી. સિસોદિયા, ઉમરપાડા મામલતદાર કિરણસિંહ રાણા, ઉમરપાડા ટીડીઓ આર.કે.સોલંકી માંગરોળ, ઉમરપાડા પોલીસ સ્ટેશનના પી.આઇ.,પી.એસ.આઇ, જોનલ ઓફિસર વગેરે હાજર રહ્યા હતા. ચૂંટણી અધિકારી ડૉ જનમ ઠાકોર સેક્ટર ઓફિસર સેક્ટર મેજિસ્ટ્રેટને વલ્નરેબીલીટી મેપિંગ (અસુરક્ષિતા ) તેની કાર્યવાહી વિશે તેમજ પોતાની ફરજો સારામાં સારી રીતે કઈ રીતે નિભાવી શકે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રીપોર્ટ વિનોદ મૈસુરીયા:-માંગરોળ વાંકલ