માંગરોળ તાલુકાના ઝંખવાવ જિ.પં.માં સમાવિષ્ટ ભીલવાડા તા.પં. નાનીફળી અને મોટીફળી ગામે 22લાખથી વિકાસના કામો જેવા કે સીસી રોડનું કામ, પેવર બ્લોકનું કામ, ગટર લાઈનનું કામ, પ્રા. શાળામાં શેડનું કામ વગેરેના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા.
આ કાર્યક્રમમાં જિ.પં.સભ્ય દિનેશભાઈ સુરતી, તા. પં. સભ્ય ભુમિબેન વસાવા, ભાજપા મહામંત્રી રમેશભાઇ, સરપંચ ભરતભાઇ વસાવા, જમશીભાઈ, કિસાન મોરચા મહામંત્રી ખુમાનસિંહ, સોશિયલ મિડીયાના સભ્ય પંકજભાઇ, અમિતભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
વાંકલ માંગરોળ:- રિપોર્ટ વિનોદ મૈસુરીયા