વાંકલ: મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી

0
175

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય તે માટે વિશેષ અભ્યર્થના કરાઇ

ચિશ્તીયા સિલસિલાની મોટામિયાં માંગરોલની મુખ્ય ગાદીએ ખાતે ઇદે મિલાદની કોમી એકતા ભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર બાલમુબારકની જિયારત પણ કરાવવામાં આવી હતી.

ડો. મતાઉદીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબના જીવનબોધને પોતાના જીવનમા અપનાવવા હાકલ કરી હતી.

મોટામિયા માંગરોલ :દરગાહ કંપાઉન્ડમા મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સુપુત્ર – અનુગામી ડો. મતાઉદીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પયગંબર સાહેબના પવિત્ર બાલમુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી તેમજ કોમી એકતા અને ભાઇચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇરફાન ભાઇ મકરાણી, ઇમરાનખાન પઠાણ, જાવેદભાઇ પઠાણ, આકીબભાઇ પઠાણ, સઇદભાઇ જીવા યામીનભાઇ કુરેશી, સોયબભાઇ રાવત, સલીમભાઇ સેગવા, સીરહાનભાઈ કડીવાલા, ફિરોઝભાઈ સહિત ભક્તસમાજના લોકો વગેરે જોડાયા હતા. આ પ્રસંગે ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબના જીવનબોધને પોતાના જીવનમા અપનાવવા હાકલ કરી હતી ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહેલ સર્જાયે માટે વિશેષ અભ્યર્થના કરાઇ હતી.

વાંકલ માંગરોળ: રિપોર્ટ –વિનોદ મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here