
વાસદા તાલુકાની હનુમાનબારી ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત પ્રાથમિક શાળા ના બાળકો તથા સ્થાનિકો બિલ્ડીંગ એપાર્ટમેન્ટ ના વર્ષો થી ખાળકુવાના દૂષિત પાણી માંથી પસાર થવા મજબૂર.બાળકો ના વાલીઓ પણ હવે રોષે ભરાયા!.
હનુમાનબારી પ્રાથમિક શાળા ની આગળ આવેલી બિલ્ડીંગ એપાર્ટમેન્ટ નું દૂષિત પાણી થી નિશાળ ફળિયા ના સ્થાનિકો તથા શાળાના 134 બાળકો પર સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા આ ખાળકુંવાનું દૂષિત પાણી વર્ષોથી ઉભરાઈને રસ્તા પર આવી સામેના ખેતરમાં જાય પાકને નુકસાન તથા નાના ભૂલકાઓ આ ગંદુ પાણીમાંથી પસાર થઈ શાળામાં આવે છે.


આ બાબતે સ્થાનિકો દ્વારા સરપંચ રાકેશભાઈ પટેલને રજૂઆત કરતા તેમણે બિલ્ડિંગના મકાન માલિકો અને ભાડૂતી ઓ ને બોલાવી કડક શબ્દમાં ચિમકી ઉચ્ચારી વારંવાર આ સમસ્યાને લઈને પચાયત માં આવતી ફરિયાદ ને ધ્યાને લઇ કાયમી ધોરણે નિકાલ ટુક સમય માં કામગીરી કરવા જણાવ્યું હતું.

આ સમસ્યા કાયમી ધોરણે દૂર થાય તે માટે ધીરેનભાઈ સોલંકી બિલ્ડિંગમાં રહેતા ભાડુતીઓ તથા મકાન માલિકો ની સાથે મળી 15 દિવસની અંદર આ સમસ્યા નો નિરાકરણ કરીશું તેવું જણાવ્યું હતું.
વાલીઓ તથા સ્થાનિકોને હાલ તેમના દ્વારા અશ્વાસન અપાવી સરપંચ રાકેશભાઈ પટેલે સમગ્ર મામલો થાળે પડ્યો.
હવે વર્ષોની આ સમસ્યાનો નિરાકરણ દિવસ 15માં થાય છે કે કેમ એ હવે જોવાનું રહ્યું.
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ – અમિત મૈસુરીયા
