ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ પોકારી.

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ.
બની બેઠેલા સ્થાનીક રાજકીય નેતા ઓ રસ્તો મંજૂર થઇ ગયો છે બની જસે એવા ઉડાઉ જવાબ આપે છે કામગીરી કરતા નથી .માત્ર ચૂંટણી માં જ રસ જનતા ની સમસ્યા દેખાતી નથી. સમસ્યા યથાવત.સાંસદ ધવલ પટેલથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વખત કરાઈ રજૂવાત..! છતાં પણ કામગીરી ના થતા તંત્ર ની કામગીરી પર અનેક સવાલ ઉભા?ચીખલી: ચીખલી ફડવેલ મુખ્ય રસ્તાને જોડતો માકડ દગડથી પીંજાર ફળિયા થઈ સોનારીયા સુધીનો રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં હોય.૧૩ વર્ષ પહેલા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ એના પર કોઈપણ જાતનું કામ થયું નથી.અગાઉ પણ અનેક વખત પીંજાર ફળિયાના રહીશો દ્વારા જાણ કરવામાં આવી છતાં અમારી આ સમસ્યાને ધ્યાને લેવામાં આવતી નથી. ઉપરોક્ત રસ્તાનો ઉપયોગ પિંજરફળિયા,દેસાઇ ફળિયા, સોનારિયા, વાંદરવેલાના ૭૦૦-૮૦૦ રાહદારીઓ દરરોજ દ્રીચક્રી વાહનો, કાર ટ્રક જેવા ૨૦૦ થી વધુ વાહનો રાત-દિવસ સતત અવર-જવર કરે છે. અને ખરાબ રસ્તાને લીધે અવારનવાર અકસ્માતો થાય છે. ખેડૂતો, ખેતમજુરો, સિનિયર સિટીજનો, શાળાનાં વિદ્યાર્થીઓ અને ધંધાદારીઓ આ ખરાબ રસ્તાના લીધે ખુબજ અગવડતા ભોગવી રહ્યાં છે.આબાબતે મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનીક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવે છે કે એક બાજુ સરકાર કહે છે કે બાળકો ઘરથી લઈને સ્કૂલ સુધી સુરક્ષિત પહોંચે પરંતુ ખરાબ રસ્તાના લીધે બાળકો પણ અનેકવાર અકસ્માતના ભોગ બન્યા છે.વિકસિત ગુજરાતમાં અમો આદિવાસીઓ માટે સદર જર્જરિત રસ્તો અવરોધરુપ થઈ ગયો છે.જો આવનારો સમયમાં આ રસ્તો નહીં બને તો અમે બંને ફળિયા ના રહીશો આવનારી ચૂંટણી નો બહિષ્કાર કરીશું. અહેવાલ ની નોધ લેશો. આ રસ્તા બાબતની રજુઆત અંગાઉ પણ ફળિયાના જાગૃત નાગરિકો દ્વારા સાંસદ ધવલ પટેલથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વખત કરવામાં આવી છે. પરંતુ અમે આદિવાસી હોવાથી અમારી સાથે ઓરમાયું વર્તન કરીને અમારી રજૂઆતોને બદઈરાદે અવગણવામાં આવે છે કે શું?

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટર
ભૂપેન્દ્ર પટેલ
ચિખલી

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા ના ભીનાર -કુરેલીયા માર્ગ લો -લેવલ‌ નાળા પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકો ને મુશ્કેલી . _—“નાળા પર બાકોરૂ પડતા વાહન ચાલકોને અકસ્માત નો ભય,” ઊંચાઈ વધારવા ની…

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!