
નાનાપોંઢા સબવાહિની ના અભાવે પિકઅપ ટેમ્પામાં મૃતદેહ લઈ જવા લોકો બન્યા મજબુર.
તાલુકા હેલ્થ ઓફિસર માટે તપાસ નો વિષય આ ઘટના દરમિયાન ફરજ પરના csc મેડિકલ ઓફિસર ડોક્ટર હાજર હતા કે નહીં.?
પરિવાર જનો ને આસિસ્ટન્ટ ડૉક્ટર અને સ્ટાફ દ્વારા જણાવ્યુ.
” રાત્રે એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ નથી એ સેવા સવારે ૭ વાગ્યા પછી મળશે”
– આસિસ્ટન્ટ ડૉક્ટર
મેડિકલ કર્મચારી ના આવા વલણ થી લોકો માં નારાજગી
નાનાપોંઢા ખાતે આવેલ સીએચસીમાં માં ગતરોજ રવિવારે મોટાપોંઢા હાટીમાળ ખાતે રહેતા ચંપાબેન કાળુભાઈ ધોંભાને સારવાર અર્થે નાનાપોંઢા લાવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન અવશાન થયું હતું જે બાદ ફરજ પર હાજર સ્ટાફ અને ડૉક્ટરે એમની મૃતદેહ ઘરે લઈ જવા જણાવ્યું હતું

ત્યારબાદ મૃતકના પરિવારજનો દ્વારા નાનાપોંઢા સીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સ માં મૃતદેહ લઈ જવા માટે ડોક્ટરને રજૂવાત કરવામાં આવી હતી પણ ડૉક્ટર અને સ્ટાફ દ્વારા રાત્રે એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ નથી એ સેવા સવારે ૭ વાગ્યા પછી મળશે એવું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ મોટાપોંઢાના આગેવાન ગિરીશ પટેલ દ્વારા પણ હોસ્પિટલમાં ગરીબ દર્દીના મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવા માટે ભલામણ કરી હતી.
પણ સ્ટાફ અને ડૉક્ટરએ સીધી ના પાડી દેતા આખરે મોટાપોંઢા થી માલ ગાડી પિકઅપ બોલાવી હતી અને ગરીબ પરિવાર ને એમાં મૃતદેહ લઈ જવા પડ્યો હતો આ દ્રશ્ય જોય લોકોએ સ્ટાફ અને ડૉક્ટરની ટીકા કરી હતી અને નાનાપોંઢા ખાતે શબવાહિની ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે માંગ ઉઠી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
