
વાંસદામાં બિહાર ચૂંટણીની જીતનો જયઘોષ
: બિહાર ચૂંટણીના વિજયોત્સવમાં વાંસદા કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ
સાંસદ ધવલભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉમંગ ,ઉત્સાહ સાથે ઝૂમી ઉઠ્યા
વાંસદાના ગાંધી મેદાનમાં આજે ઉત્સાહ અને ગૌરવનું વિશેષ માહોલ છવાઈ ગયો હતો. બિહાર રાજ્યમાં ભાજપને મળેલા ભવ્ય અને ઐતિહાસિક વિજયની ઉજવણી નિમિત્તે ભવ્ય વિજયોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
કાર્યક્રમમાં તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, વિવિધ મંડળોના હોદેદારો તેમજ ભાજપના સૈંકડો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. વિજયોત્સવનાં આનંદમાં સાંસદ ધવલભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉમંગભેર ઝૂમી ઉઠતા સમગ્ર મેદાન ઉત્સાહના સૂત્રોચારો થી ગુંજી ઉઠ્યું હતું.
દેશભક્તિના નાદો, વિજયના જયઘોષ અને કાર્યકર્તાઓના ઉમળકાભર્યા ઉત્સાહ વચ્ચે બિહાર વિજયોત્સવને યાદગાર બનાવવા સાંસદ ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં આ ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવાયો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
