ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ મુશ્કેલ

સ્થાનીક રાજકીય નેતા મૌની બાબા જનતા ની સમસ્યા દેખાતી નથી

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતા રસ્તા પર મસમોટાં ખાડાઓ પડી જતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ રસ્તો કણભઈ થઇ રૂમલા તરફ જવા નજીકનો હોવાથી આ રસ્તાનો વાહનચાલકો વધુ ઉપયોગ કરતા આવ્યા છે. આ રસ્તો છેલ્લા ઘણાં સમયથી તદ્દન બિસ્માર હોવા છતાં વહીવટી તંત્રનો પેટનું પાણી પણ હાલતું નથી.વહેલી તકે આ રસ્તાની કામગીરી શરૂ કરી લોકોને પડતી હાલાકી દૂર કરે એવી માંગ ઉઠી છે.

આ રસ્તા પર મસ મોટા ખાડા તથા કપચી બહાર નીકળી આવી હોવાથી વાહન ચાલક ફસડાઇ પડે છે તથા રસ્તો સાંકડો હોવાથી સામે થી મોટું વાહન આવી જાય તો ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો ને ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મસમોટા ખાડાઓને લઈ વાહન બગડવાના તેમજ ચાલકો ખાડાઓને લઈ પડી જવાના બનાવો પણ બની રહ્યાં છે. અંદાજિત 3 કિલોમીટર સુધીનો રસ્તો એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકો તો ઠીક પણ પગપાળા જનારા લોકો માટે લોખંડના ચણા ચાવવા બરાબર છે.

સ્થાનિક રાજકારણીઓ આગળ આવી આ રસ્તાની કામગીરી કરાવી લોકોની આ સમસ્યા થી મુકતી અપાવે એવી વાહનચાલકો માગ કરી રહ્યાં છે.
હાલમાં રસ્તાનું નવિનીકરણ કરવું અત્યંત જરૂરી છે.

ફડવેલ વાડી ફળિયા થી કણભઈ ભવાની ફળીયા ને જોડતો જતો રસ્તો એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકોના વાહન બગડવાના બનાવો બની રહ્યાં છે. આ સાથે સમયનો બગાડ પણ થઈ રહ્યો છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં મંજુર થઇ ગયો છે એવા ઉડાઉ જવાબ મળે છે પણ નવીનીકરણ ની તો વાત દૂર પણ સમાર કામ પણ થતું નથી વહેલી તકે આ રસ્તાનું નવિનીકરણ કરાય એવી અમારી ઉગ્ર માંગ છે. –

-સ્થાનિક વાહન ચાલક

TODAY 9 SANDESH NEWS

ભુપેન્દ્ર પટેલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ પોકારી.

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ. બની બેઠેલા સ્થાનીક રાજકીય નેતા ઓ રસ્તો મંજૂર થઇ ગયો છે બની…

નવસારી-વાંસદાના ઉંમરકુઇ ગામે નિચલા બરડા ફળીયા થી ઉપલા બરડા ફળીયા થઇ લીમઝર ને જોડતો રસ્તો ખખડધજ બનતાં પ્રજા ત્રાહીમામ.

નવસારી-વાંસદાના ઉંમર કુઇ નિચલા બરડા ફળીયા થી ઉપલા બરડા ફળીયા થઇ લીમઝર જોડતો રસ્તો ખખડ ધજ બનતાં પ્રજા ત્રાહીમામ સ્થાનીક રાજકીય નેતા ને માત્ર મત માજ રસ છે જનતા ની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!