
ઇંડિયન રેડ ક્રોસ વાંસદા શાખા નાં સહયોગથી તા. 07/10/2025 ને મંગળવારનાં રોજ સરકારી પુસ્તકાલય (જૂની મામલતદાર કચેરી) ખાતે જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર નું વિતરણ શ્રીમંત મહારાજા સાહેબ જયવીરેન્દ્રસિંહજી સોલંકી નાં વરદ હસ્તે કરવામાં આવ્યુ.


આ પ્રસંગે શ્રીમંત મહારાજા સાહેબે પુસ્તકાલય ની કામગીરી નિહાળી તથા પુસ્તકાલય ના કર્મચારી તથા સભ્યો, વાચકો સાથે પુસ્તકાલયના વિકાસ બાબતે ચર્ચા કરી હતી. તેમજ વિઝિટિંગ બુક માં નોંધ લખી હતી.60 જેટલા વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
.આ પ્રસંગે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા ના સેક્રેટરી પ્રદ્યુમન સિંહ સોલંકી, નટુભાઈ પંચાલ મહેન્દ્ર સિંહ પરમાર, પટવર્ધન સિંહ સેગાર, એરિક અવારી, દરયાસ મિર્ઝા, ધર્મેશ પુરોહિત તથા દિલીપ પારખ, વસંત પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આવકાર પ્રવચન ગ્રંથપાલ પ્રકાશભાઈ દ્વારા તથા આભારવિધિ પૂનમ બેન દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહેન્દ્રસિંહ પરમારે કર્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
