
વાંકલ:
લોકોએ દેવદર્શન કરી કુદરતી સૌંદર્ય અને મેળા ની મજા માણી,
પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ બણભા ડુંગર અને ભિલોડીયા ડુંગરના પણ દર્શન કર્યાં.અને
ઈશનપુર ગામ પાસે આવેલ ભીલોડિયા ડુંગર અને વાંકલ પાસે આવેલ સિંધવાય માતાજી મંદિર પણ શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર બન્યા છે. તેને પણ વિકસાવવા ની લોકોની માંગ છે.
માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, અને ઓગણીસા, ગામની વચ્ચે આવેલ ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વ નિમિત્તે ભરાતા મેળામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને દેવ દર્શન કરી કુદરતી સૌંદર્ય અને મેળાની મજા માણી હતી, સ્થાનિક ટ્રસ્ટ તેમજ વન વિભાગ પોલીસ તંત્ર દ્વારા દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે રીતનું યોગ્ય આયોજન બણભા ડુંગરના મેળા માં કરવામાં આવ્યું હતું કોરોના કાળ બાદ ચાલુ વર્ષે તમામ પ્રતિબંધો હટી જતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથે રાજ્ય સરકાર દ્વારા બણભા ડુંગર ખાતે ₹5 કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી લોકોએ કુદરતી સૌંદર્યની મજા પણ આ સ્થળ ઉપર માણી હતી બળભા ડુંગર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોવાથી વિસ્તારના ગામો માંથી માતાજી ની માટલી મુકવા માટે ભક્તો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા .રટોટી ગામના સરપંચ પ્રકાશભાઈ ગામીત ઓગણીસા ગામના સરપંચ સોમાભાઈ ચૌધરી તેમજ સણધરા સહિત ત્રણેય ગામના આગેવાનો વન વિભાગ ની ટીમ અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર દિવસ દરમિયાન સુંદર વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને દિનેશભાઈ સુરતી એ ભિલોડિયા ડુંગરની મુલાકાત લીધી હતી. વાંકલ ના પાનેશ્વર ફળિયું અને પીપળપાણી ફળિયા નજીક સીંધવાય માતાજીના મંદિરે આઠમ ના દિવસે મેળો ભરાય છે ત્યાં આજુબાજુના ગામોમાં માંથી માતાજીના દર્શન અને માટલી મૂકવા આવે છે જેને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંદિરને વિકસાવે એવી માંગ કરી રહ્યા છે.


બણભા ડુંગરે મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી વન વિભાગ દ્વારા વિશ્વ વન્ય પ્રાણી અને પર્યાવરણ સંરક્ષણ સપ્તાહની ઉજવણી નિમિત્તે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . ગણપતસિંહ વસાવાએ વન્ય પ્રાણી સપ્તાહ દિનની મુલાકાત લીધી હતી. વન વિભાગના આર એફ ઓ હિરેન પટેલ, ફોરેસ્ટર હિતેશભાઈ માલી તેમજ ફિલીપભાઈ ગામીત વગેરે દ્વારા વન્ય પ્રાણી અને પર્યાવરણ નું જતન કરવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું


રિપોર્ટ:વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ