
વાંસદા શહેર ના જુના દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે તા. 30-08-2025 ના રોજ 122 મી સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ ભવ્ય રીતે યોજાયો હતો.
આ પ્રસંગે વાંસદા તથા આજુબાજુ ગામડાંઓમાંથી અનેક ભક્તો ઉપસ્થિત રહીને શ્રી હનુમાનજી અને ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લીધા હતા.

હિન્દુ સંગઠન વાંસદા દ્વારા છેલ્લા બે વર્ષથી ફળિયે ફળિયે હનુમાન ચાલીસા પાઠ યોજવાની શુભ પરંપરા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સતત 122 શનિવાર પૂર્ણ કરવામાં આવ્યા છે.
જુના દરબાર ચા રાજા મંડળ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે માટીની શ્રી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં ભક્તિભાવ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે.
🚩જય શ્રી રામ🚩
🚩જય બજરંગબલી🚩
🚩જય ગણેશ🚩
દરબાર ચા રાજા અને હિન્દુ સંગઠન વાંસદા તરફથી સૌ ભક્તોને ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
