
નવસારી
વાંસદા
વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
: હાલ વાંસદા તાલુકામાં હિન્દુ સંગઠન દ્વારા બહુ ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે વાસદા તાલુકામાં આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવાનો ષડયંત્ર ચાલુ રહ્યો હોવાનું ચર્ચામાં બની રહ્યું છે વાંસદા તાલુકાના કેવડી ગામે હિન્દુ આદિવાસીઓ છે જે સરકારી દફતરે હિંદુ ધર્મ અપનાવે છે. કાયદેસર રીતે ખિસ્તી ધર્મ અપનાવેલ હોય તો તેઓના સરકારી અધિકારીઓ પુરાવાની તપાસ કરવામાં આવે અને આદિવાસી સમાજના ખિસ્તી નથી અને આપણા વિસ્તારમાં સરકારી ચોપડે કોઈપણ જાતના ખ્રિસ્તી ધર્મ નોંધાયેલ નથી તો આવા લોકો સખત વિરોધ કરવો જોઈએ એ બાબતે વાંસદા ના હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારી વાંસદા અને સંબંધિત વિભાગોને આપવામાં આવી વાંસદા ના કેવડી ગામે તારીખ 25/ 12 /2025 ના રોજ નાતાલ ઉજવણીની પરવાનગી આપી હતી અહીંના આદિવાસી સમાજના હોય અને આવા ઈસમો દ્વારા ધર્મ પરિવર્તન અને વટાણા પ્રવૃત્તિ કરી રહ્યા હોય જેનો અમારા આદિવાસી સમાજનો સખત વિરોધ છે જેથી અધિકારીઓ દ્વારામાં આવેલ નાતાલની પરવાનગી રદ કરી અનિશ્ચિય બનાવ ન બને તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ જો પરવાનગી રદ કરવામાં ન આવે તો વાંસદા હિન્દુ સંગઠન દ્વારા અને બિરસા સેનાની કાયદેસરના પગલાં ભરવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા ન અટકાવવામાં આવે તો બિરસા સેના “ભગવાન દેવ બિરસા મુંડા” નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી જવાબદારી વહીવટી તંત્રની રહેશે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો અધિકારીઓ દ્વારા નાતાલ પર્વની ઉજવણીની પરવાનગી રદ ન કરવામાં આવે તો ભૂખ હડતાલ અને અનશન ની હિન્દુ સંગઠન ની તૈયારી કરશે
: રાજેશભાઈ બંસી, કેવડી ગામ આગેવાન
: રાજેશ પટેલ ,અગ્નિ રાષ્ટ્ર st/sc વાંસદા પ્રમુખ
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
