
વાંસદાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
વાંસદા તાલુકા કક્ષાની કલા મહાકુંભનું આયોજન ગુરુકુલ હાઈસ્કૂલ રાણી ફળિયા ખાતે યોજાઈ હતી જેમાં શ્રી વાંસદા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં આચાર્ય જયદીપિંહ પરમારના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાને ગૌરવ અપાવ્યું છે .
વાંસદા તાલુકાકક્ષાની કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધા યોજાઇ હતી જેમાં વક્તૃત્વમાં પ્રથમ પટેલ ધ્રુવી ,નિબંધ લેખનમાં પ્રથમ પરમાર આયુષી ,ચિત્રકલા માં પ્રથમ પટેલ ક્રીશા ,સુગમ સંગીતમાં પ્રથમ આરબ શિફબાનું ,લગ્ન ગીતમાં પ્રથમ પાસવાન ક્રિતિકા
તથા શાળાના શિક્ષિકા શીલાબેન ગુલાબભાઈ પટેલ , લોકગીતમાં પ્રથમ પટેલ મિત્તલ મયુર ભાઈ અને ત્રીજો ક્રમ પટેલ સાનિયા ઇરફાન મેળવી શાળાને ગૌરવ અને કલા ક્ષેત્રે નામના અપાવ્યું છે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષકોને પણ અભિનંદન સાથે શુભેચ્છા શાળાના આચાર્ય અને શાળા પરિવારે પાઠવ્યા હતા વિજેતા તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પણ શાળાના પ્રમુખ ઉપપ્રમુખ ,મંત્રી તથા ટ્રસ્ટી અને કારોબારી સમિતિના સભ્યો અને કેમ્પસ ડાયરેકટર તેમજ આચાર્ય દ્વારા અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવ્યા હતા . આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ વાંસદા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
