
વાંસદા તાલુકા ના ખાનપુર પ્રાથમિક શાળા માં બેગલેશ ડે ઉજવાયો
વાંસદા તાલુકાના ખાનપુર પ્રાથમિક શાળામાં NEP_2020 ની નવી શિક્ષણ પધ્ધતિમાં બેગલેસ ડે આનંદદાયી શનિવાર અંતર્ગત શાળાના સ્ટાફ અને વિદ્યાર્થી દ્વારા રાખડી બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી અને આજ રાખડી પોતાના ભાઈને બાંધવાનો સંકલ્પ કર્યો

.રાખડી માટેનું રો_મટીરીયલ યોગેન્દ્રસિંહના મિત્ર ચિરાગભાઈએ આપ્યું તેમાંથી કુલ 500 જેટલી અવનવી ડિઝાઈનની રાખડી બનાવી હતી .શાળાના આચાર્ય સંદીપભાઈએ પણ આ નવીન પ્રવૃત્તિની ખૂબ પ્રશંસા કરી અને ચિરાગભાઈનો ખાસ આભાર માન્યો હતો. હવે દર શનિવારે બાળકો કંઈક નવી નવી પ્રવૃત્તિઓ શીખશે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
