નવસારી ખાતે વિશ્વ યોગ દિવસ ૨૦૨૫ ઉજવણી અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમ ઊજવવા માં આવ્યો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર
તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે નવસારી જીલ્લાના એસ.બી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ સંચાલિત બી.પી બારીયા સાયન્સ ઇન્સ્ટીટયુટ અને એસ.બી આર્ટસ અને પી.કે પટેલ કોમર્સ કોલેજ ખાતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત નવસારી દ્વારા તા.૧૮/૦૬/૨૦૨૫ બુધવાર નાં રોજ યોગ મહાકુંભ અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ઉપસ્થિત માહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.તયાર બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત બી.પી બારિયા સાયન્સ કોલેજનાં આચાર્યશ્રી ડૉ. ફરીદા મેડમ દ્વારા કાર્યક્રમ નાં મુખ્ય અધ્યક્ષ નવસારી જીલ્લા આર્યુવેદ અધિકારી ડૉ.કાજલ મઢીકરનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.તેમજ એસ.બી આર્ટસ અને પી.કે પટેલ કોમર્સ કોલેજનાં આચાર્ય શ્રી ડૉ.ગુર્જર સાહેબ નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

ડૉ.કાજલ મઢીકર દ્વારા મંચસ્થ મહાનુભાવોને આયુષ પરિવાર વતી સ્મૃતિ ભેટ આપવામાં આવી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આયુષ્માન આરોગ્ય મંદિર યોગ ઈનસ્ટ્રક્ટર દ્વારા વિવધ આસનો અને પ્રાણાયામ નાં ફાયદા અને ઉપયોગ વિષે માહિતી આપવામાં આવી તેમજ તેમના દ્વારા સાંસ્કૃતિક યોગ કૃતિ રજુ કરવામાં આવી. તથા વિવિધ યોગ અને તેના ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવી.

કોલેજ આચાર્યશ્રી ડૉ ફરીદા મેડમ દ્વારા આભાર વિધિકાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજ નાં વિદ્યાર્થી, કર્મચારી ગણ તેમજ નવસારી જીલ્લા આયુષ શાખાનાં આયુર્વેદ/હોમિયોપેથી મેડીકલ ઓફિસશ્રીઓ, ફાર્માસિસ્ટ હાજર રહ્યા.

રીપોર્ટ- દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના ભીનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પી વિશ્વ ડેન્ગ્યુ દિવસ (world Dengue Day) ઉજવવામાં આવ્યો.

વાંસદા તાલુકાના ભીનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજ રોજ 16/5/26 મે‌ ના રોજ વાંસદા તાલુકાના ના પી.એચ.સી ભીનાર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસ (world Dengue Day) ઉજવવામાં આવ્યો. આ શિબિર નો મુખ્ય…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!