બીલીમોરા બસ ડેપો ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
મુખ્ય જિલ્લા અધિકારી ડૉ.રંગૂનવાલા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મયંક સર,જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ સર ,જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પિનાકીન સર, જિલ્લા રોગચાળા અધિકારી ડૉ.ભાવેશ સર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અંજના મેડમ ના માર્ગદર્શન હેઠળ વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે બીલીમોરા બસ ડેપો ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં અર્બન હેલ્થ સેન્ટરના ડૉ.રાજેન્દ્ર એમ ગઢવી દ્વારા ઉપસ્થિત બસ ડેપોના
કન્ડકટર, ડ્રાઇવર, ક્લીનર તથા બસ ડેપોના સ્ટાફને ડેન્ગ્યુ રોગ વિશે માહિતગાર કર્યા હતા,આ વર્ષની 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ:
-“Check,Clean,Cover,Steps to defeat Dengue”
ડેન્ગ્યુને હરાવા માટે આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો તેની સફાઈ કરો અને પાત્રોને ઢાંકી રાખો,આ વિશે બસ ડેપોના તમામ સ્ટાફને જાગૃત કરવામાં આવ્યા હતા તથા મુસાફરોને પણ ડેન્ગ્યુ પત્રિકા દરેકને વિતરણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર બસ ડેપોના મેનેજર તથા અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઈઝર ભાવિનભાઈનો આ તબક્કે અર્બન હેલ્થ સેન્ટરના ડૉ.રાજેન્દ્ર ગઢવીએ તેમનો આભાર માન્યો હતો.
રિપોર્ટ – દિનેશ સોસા
TODAY 9 SANDESH NEWS
ચીફ એડિટર અમિત મૈસુરીયા.