સરકારી દવાખાનુ માંડવખડક ના મેડિકલ ઓફિસર વૈદ્ય.પાર્થ પટેલ દ્વારા ૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ સંગમ થીમ આધારિત શારદા મહાવિદ્યાલય માંડવખડક ખાતે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ તા. ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ સરકારી દવાખાનુ માંડવખડક ના મેડિકલ ઓફિસર વૈદ્ય.પાર્થ પટેલ દ્વારા ૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ સંગમ થીમ આધારિત શારદા મહાવિદ્યાલય માંડવખડક ખાતે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં સરકારી આયુર્વેદ દવાખાના માંડવખડક ના યોગ ઇન્સ્ટ્રકટર રોહિત મૈસુરિયાં અને નિમિષાબેન પટેલ દ્વારા યોગ આસનો, પ્રાણાયામ કરાવવામાં આવ્યા તેમજ યોગ નું મહત્વ સમજાવ્યું.તેમજ દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું.યોગ IEC વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી જિલ્લા પંચાયતના સભ્ય શંકરભાઈ પટેલ, માંડવખડક ગામના સરપંચ વલ્લભભાઈ ચવધરી, શારદા મહાવિદ્યાલય શાળાના પ્રિન્સિપાલ હિતેશભાઈ અને શાળાના પ્રમુખ ઠાકોરભાઈ રાવત તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના ભીનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પી વિશ્વ ડેન્ગ્યુ દિવસ (world Dengue Day) ઉજવવામાં આવ્યો.

વાંસદા તાલુકાના ભીનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજ રોજ 16/5/26 મે‌ ના રોજ વાંસદા તાલુકાના ના પી.એચ.સી ભીનાર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસ (world Dengue Day) ઉજવવામાં આવ્યો. આ શિબિર નો મુખ્ય…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!