
વાંસદા હોમ ગાર્ડ યુનિટ તરફથી ખૂબ જ પ્રશંનિય કાર્ય
વાંસદા હોમગાર્ડ યુનિટ ના હોમગાર્ડ જવાન સ્વ.જીગ્નેશ ભાઈ લાલજી ભાઈ ગામીત ના પરિવાર ને વાંસદા યુનિટ ના ઓફિસર કમાંડીગ સાહેબ તથા ક્લાર્ક , ઉનાઈ ના ઇન્ચાર્જ , અને દરેક હોમ ગાર્ડ જવાન તરફ થી પોતાના એક દિવસ નું ભથું નો ફાળો કરી 300 રૂપિયા લેખે 42600 ની આર્થિક સહાય આપી. દરેક હોમ ગાર્ડ જવાને પરિવાર માટે સહાનુભૂતિ દાખવી .વાંસદા હોમ ગાર્ડ યુનિટ તરફથી ખૂબ જ પ્રશંનિય કાર્ય કરવામાં આવ્યું
ઉનાઈ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા જીગ્નેશ ભાઈ ગામીતને ગત મહિને ભીનાર નજીક માર્ગ અકસ્માત નડ્યો હતો .જે બાદ વધુ સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેમાં તેઓનું બીજા દિવસે આકસ્મિક મૃત્યુ થયુ હતું. ત્યારે ઉનાઈ આઉટ પોસ્ટના હોમગાર્ડ જવાનો આ વિપતની ઘડીમાં તેમના પરિવારજનોને મળીને શોક સંદેશો પાઠવી દિલાસો અને સાંત્વના પાઠવી પરિવારજનોને સાંત્વના પાઠવતાં જણાવ્યું કે, મુશ્કેલીના આ સમયમાં અમે તમારી સાથે છીએ અને શક્ય તે તમામ મદદ કરવામાં આવશે. ત્યારે સ્વ.જીગ્નેશ ભાઈના બાળકો પણ ખૂબ નાની ઉંમરના છે.આ નાની ઉંમરમાં જ બાળકો પિતાની છત્ર છાયા ગુમાવવો તે પીડાજનક હોય છે, ત્યારે તેમના પરિવાર અને સંતાનીની લાગણી સમજીને માનવીય અભિગમથી આ પરિવારોની સાથે રહી છે અને દેવંગત આત્માને શાંતિ મળે અને વિપતની આ ઘડીમાં તેમણે દુઃખ સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા આપે તે માટે હોમગાર્ડ જવાનો એ પ્રાર્થના કરી હતી.
એક દિવસનો પગાર પરિવારજનોને આપવાની જાહેરાત કરી હતી.
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા