તિરંગા રેલી કાર્યક્રમ

વાંસદા તાલુકાની ખાંભલા ખાતે તિરંગાયાત્રા અને વર્ગશાળાનો ૪૨મો શાળા સ્થાપનાદિન ઉજવાયો

ખાંભલા વર્ગશાળા ખાતે શાળા સ્થાપના દિન અને હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી છે
જેની શરૂઆત હર ઘર તિરંગાયાત્રા કાઢી ત્યાં પ્રાર્થના અને સ્વાગત ગીત પણ રજુ કરવામાં આવ્યુ હતું શાળા સ્થાપના દિનની ઉજવણીની શરૂઆત બાદ આચાર્યશ્રી ભાવેશ ભાઈ ગામીત દ્વારા મેહમાનોનું શાબ્દિક સ્વાગત કરીને તેમને પુષ્પગુચ્છ આપવામાં આવ્યું હતું
આ ઉપરાંત આદિવાસી સમાજના મનમોહક નૃત્ય રજુ કરી સૌના દિલ જીતી લીધા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુરેશભાઈ પટેલે શાળા સ્થાપના દિનની ઝાંખી રજુ કરી હતી શાળાના બાળકો દ્વારા કેક કાપી શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી ઇતિહાસમાં આટલો ઉત્સાહ આનંદ પેહલી વાર જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના ઉપપ્રમૂખ મહેશ ભાઈ ગામીતે. શાળાની સ્થાપનાં દીવસથી લઈને અત્યાર સુધીની શાળાની પ્રગતિ અને ગામ લોકોનો સાથ સહકાર વિશે પ્રવચન કર્યુ હતું
આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય બાબજુભાઈ ગાયકવાડ, મહેશભાઈ ગામીત, ભરતભાઈ,સરપંચ અનિલભાઈ, મહામંત્રી રાકેશભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ બિરારી, વગેરે અગ્રણીઓ ગતેમજ ગામના આગેવાનો, smc નાં સભ્યો, વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાનાં આચાર્ય અને શાળા પરિવારના સુંદર આયોજન અને વ્યવસ્થા થકી કાર્યક્રમ ભવ્ય રહ્યો હતો

Today 9 Sandesh News દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

Related Posts

No Content Available

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!