વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ગંગપુર શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે ધોરણ 10 અને 12 નો પરિક્ષાલક્ષી મોટીવેશન કાર્યક્રમ યોજાયો

0
56

વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ગંગપુર ગામે ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિદ્યામંદિર ખાતે ધોરણ 10 અને 12 ના પરીક્ષા લક્ષી મોટીવેશન કાર્યક્રમ યોજાયો જેમા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો

વાંસદા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પરીક્ષાલક્ષી મોટીવેશન માહિતી આપવામાં આવી હતી તેમજ વિધાર્થીઓ ને ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવુ તેની પણ માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વાંસદા પોલીસ સ્ટેશન થી એ એસ.આઈ મગીબેન નગીનભાઈ તેમજ વુમન હેલ્થ કોન્સ્ટેબલ ફાલ્ગુનીબેન તેમજ પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ હાજર રહ્યા હતા તેમને વિધાર્થીઓ ને પરિક્ષા દરમિયાન પડતી મુશ્કેલીઓ વીશે માહિતગાર કર્યા તેમજ વિધાર્થીઓ દ્રારા પુછેલા પરિક્ષાલક્ષી પ્રશ્નોનું ખુબજ ઉત્સાહથી પ્રેમપુર્વક સચોટ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું આ કાર્યક્રમ મા શાળા ના આચાર્યા શ્રી મણીલાલભાઈ પટેલ શ્રી ધનસસુખભાઈ તેમજ સંસ્થા ના ભાવેશભાઇ પટેલ તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં કાર્યક્રમ મા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here