વાંસદા તાલુકાના સિણધઈ ગામની સીમમાં મોડી રાત્રે દીપડો શિકારની શોધમાં નજરે ચડ્યો હતો. કદાવર દીપડો બિન્દાસ લટાર મારી રહ્યો હતો.જે કાર ચાલકે પોતાના મોબાઈલમાં દીપડાને કેદ કરી લીધો હતો. સિણધઈ ગામના રાજમલા ફળિયા સહિત અનેક રહેણાંક વિસ્તારના ઘરો નજીક મોડી રાત્રે શિકારની શોધમાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો છે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ સિણધઈ સહિત રાજમલા ગામે ખેતર નજીક વહેલી સવારે અને રાત્રિ દરમિયાન શિકારની શોધમાં દીપડો નજરે પડતા સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી છે હાલ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે,જોકે દીપડા દ્વારા કોઇપણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યું નથી ત્યારે દીપડાના છેલ્લા ઘણા સમયથી દીપડો દેખાયો હોવાની ઘટના બાદ વનવિભાગ સતર્ક બન્યું છે. વાંસદા વનવિભાગને જંગલી પ્રાણી દીપડાને પકડવાની વન વિભાગને જાણ કરી હતી. જે બાદ દિપડાના પગલાં જોઈ તેના આવન જાવનના માર્ગ પર વન વિભાગના અધિકારીનાં માર્ગદર્શન હેઠળ, મરઘાંનો શિકાર મુકી પાંજરું ગોઠવ્યું છે
Today 9 Sandesh News અમિત મૈસુરીયા