વાસદા
આદિવાસી સેનાના કાર્યકર્તાઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી અને તેમાં આદિવાસી સેનાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ આદિવાસી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી અને તે મુજબ આદિવાસી સેનાની રેલી સવારે 8:00 કલાકે શ્રી ભગવાન બીસરા મુંડા મંદિર રુપવેલ મુકામ થી નીકળીને કંડોલપાડા લીમઝર ચીકટ્યા જામલીયા રાણી ફળિયા વાસદા ચંપાવાડી થી ભીનાર પાલગભાણ થઈને મહુવા તાલુકાના આંગળધરા કોષ અનાવલ લસણપોર ગાંગડીયા મુકામેથી ચીખલી તાલુકાના ખરોલી ધોળી કુવા રાનવેરી ખુદૅ વાંઝણા રાનકુવા થઈને સુરખાઈ શ્રીમતી શાંતાબા નારણદાસ પટેલ ધોડિયા સમાજ ભવન તા.ચીખલી જી.નવસારી ખાતે પહોંચીને આદિવાસી સેના દ્વારા બપોરે 12:00 કલાક બાદ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
આ સભામાં એક એક બિન રાજકીય સંગઠન હોવાથી આદિવાસી સેના દ્વારા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી(ભા.જ.પા) કોંગ્રેસ પક્ષના શ્રીમતી સોનિયા ગાંધી અને આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી અરવિંદભાઈ કેજરીવાલને આમંત્રણ આપેલ હોવાની માહિતી અપાઈ અને આદિવાસી સેના હવે પછી વિવિધ રાજકીય પક્ષ આદિવાસીઓ માટે શું કરવા ઈચ્છે છે તેની રૂપરેખા આ સ્નેહ સંમેલનમાં રજૂ કરે તેવી અપેક્ષા રાખે છે તે વિગતો જણાવવામાં આવી
આ કાર્યક્રમમાં આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડો. પંકજકુમાર પી. પટેલ ગુજરાત પ્રદેશ આદિવાસી સેનાના શ્રી ભીખુભાઈ ( અનાવલ), નવીનભાઈ (અસ્મા) કપરાડા તાલુકાના શ્રી ઝીપર ભાઈ વાંસદા તાલુકાના પ્રતિનિધિ શ્રીમતી રૂપાબેન આર. કુન્બી, શ્રીમતી કલ્પાબેન આર. પટેલ મહેન્દ્રભાઈ પટેલ (સાદકવેલ) ,ગણેશભાઈ નાયકા (વલસાડ), વિશાલભાઈ પટેલ (વાંસદા), કમલેશભાઈ (સુરત જિલ્લા),ગીતાબેન પટેલ (મહુવા) સહિત 50 થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા