હનુમાનબારી પ્રાથમિક શાળા ખાતે શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્રારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 22 ડિસેમ્બર ના રોજ હનુમાનબારી પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
.આ કેમ્પ માં ૧૩૪ જેટલા બાળકો ને આરોગ્ય ની તપાસ કરી હતી અને બાળકો નિ લોહી ના તપાસ કરી દરેક બાળક ને એમનાં બ્લડ ગ્રુપ ની તપાસ કરી એમને ગૃપ નાં કાડૅ બનાવી આપવામાં આવ્યા.આ કેમ્પ માં શ્રી હોસ્પિટલના ડોક્ટર લોચન શાસ્ત્રી અને ડોક્ટર સ્મિતા પટેલ તથા તેમના સ્ટાફે સેવા આપી હતી. આ પ્રસંગે ગામના સરપંચ રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ, એસએમસી અધ્યક્ષ શાંતિલાલભાઈ, પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય ઉમેશભાઈએ સૌનો પુષ્પ આપી સ્વાગત કર્યું હતું.
આ કેમ્પમાં શાળાના શિક્ષકોએ ખુબ સરસ રીતે બાળકોના આરોગ્યની વ્યવસ્થિત તપાસ થાઈ એવું શું વ્યવસ્થિત આયોજન કર્યું હતું. ડોક્ટર લોચન શાસ્ત્રીએ બાળકોને સંબોધન કરતા પોતાનું આરોગ્ય કઈ રીતે સાચવવું અને પૌષ્ટિક આહાર માં શું શું લેવું તે સમજાવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી થી થયેલ પાકોનો જ આહાર તરીકે ઉપયોગમાં લેવાની આહવાહન કર્યું હતું.
અમિત મૈસુરીયા