. આનંદ તપોવન કે જે વાસદાના નવતાડ ગામે સ્થિત છે જે ભારત વિખ્યાતની યોગ સંસ્થાઓ સાથે મળીને દરેક સમાજ ના લોકો ને નિરોગી બનાવવાનું અભિયાન ચલાવે છે .ઇન્ડિયન યોગ એસોસિએશન ન્યૂ દિલ્હી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ સમિત ગત ૧૭ નવેમ્બરથી ૧૯ નવેમ્બર દેવનગરી હરિદ્વાર ખાતે દેવ સંસ્કૃતિ વિદ્યાલય શાંતિકુંજ ગાયત્રી પરિવારમાં યોજાઇ હતી. જેમાં અનેક , વિશ્વભર માં થી નામાંકિત આધ્યાત્મિક ગુરુઓની સાથે વાસદાના આનંદ તપોવનના ચેરમેન ડોક્ટર શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલી શાહને ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જેમાં યોગ અને ધ્યાનમાં થયેલ સંશોધન અને અનેક એક્સપર્ટ યોગ દ્વારા ૨૭ જેટલા યોગાચાર્ય ને પ્રતિષ્ઠિત યોગ ચિકિત્સા આચાર્યથી ડો.શંકરભાઇ પટેલ ને સન્માનિત કરવામાં આવ્યા હતા . ……………………………..
વિશ્વના પ્રસિદ્ધ યોગ ગુરુઓ અને યોગ સંસ્થાઓ દ્વારા ચિકિત્સાના સંશોધિત લેખોમાં આનંદ તપોવન ના ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા લખવામાં આવેલ આર્ટીકલ ને વૈશ્વિક આધ્યાત્મિક ગુરુઓ દ્વારા પસંદગી કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો .
.
………..વધુમાં ડાયરેક્ટર વૈશાલી શાહે જણાવ્યું હતું કે આનંદ તપોવન થકી ૨૦ હજારથી વધારે વિદ્યાર્થીઓને યોગ અંગેની માહિતી પૂરી પાડી પરિવર્તન લાવવાના પ્રયાસ કર્યા છે. યોગ એલાયન્સ USA અને ઇન્ડિયન યોગ એસોસિએશન સાથે મળી સિકલસેલ એનિમિયા ને યોગ અને ધ્યાન દ્વારા કંટ્રોલ કઈ રીતે કરી શકાય તે માટે સંશોધનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
યુગ પરિવર્તનથી યુથનું પરિવર્તન કરવું એ જ અમારી મહત્વકાંક્ષા છે –
Today 9 Sandesh News
.. દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ.
અમિત મૈસુરીયા