
ડૉ. બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી કંડોલપાડા ખાતે ડૉ. જયપાલસિંહ મુંડા અને સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતીની ભાવપૂર્ણ ઉજવણી :
ડૉ. બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી કંડોલપાડા ખાતે આદિવાસી હકોના પ્રખર પ્રવક્તા તથા સ્વતંત્રતા સેનાની જયપાલ સિંહ મુંડા અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા તથા સામાજિક ક્રાંતિની પ્રણેતા સાવિત્રીબાઇ ફૂલેની જન્મ જયંતીની ઉજવણી ગૌરવસભર અને પ્રેરણાદાયી માહોલમાં કરવામાં આવી. જેમાં જયમીનભાઈ ,હેતલબેન, શીતલ બેન,મયુરી બેન,જયેશભાઈ,સંતોષભાઈ,આશિષભાઈ વગેરે હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત બંને મહાનુભાવોના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રગટાવી કરવામાં આવી. આ પ્રસંગે જયપાલ સિંહ મુંડાના આદિવાસી સમાજના અધિકાર, સ્વાભિમાન અને ન્યાય માટેના અવિરત સંઘર્ષને યાદ કર્યા. સાથે જ સાવિત્રીબાઇ ફૂલેના સ્ત્રી શિક્ષણ, સમાનતા અને અંધશ્રદ્ધા વિરોધી કાર્યને ભારતીય સમાજ માટે દીવાદાંડી સમાન ગણાવ્યું.
સાવિત્રીબાઇ ફૂલેએ સમાજની બંધનકારક રૂઢિઓ સામે લડત આપી શિક્ષણને દરેક માટે સુલભ બનાવ્યું, જ્યારે જયપાલ સિંહ મુંડાએ આદિવાસી સમાજને સંગઠિત કરી તેમના હક્કો માટે રાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવ્યો હતો.
અંતે બંને મહાનુભાવોના વિચારોને આત્મસાત કરી સામાજિક સમાનતા, શિક્ષણ અને ન્યાયના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમનું સમાપન થયું.
TODAY 9 SANDESH NEWS
