ધર્મ દર્શન

ચીખલી તાલુકાના આમધરા ગામમાં ગણેશ મંડળ માં “Save Forest” થીમ પર બનાવાયું આકર્ષક ડેકોરેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર

ચીખલી તાલુકાના આમધરા ગામ સ્થિત જલારામ ધામમાં જંગલોનાં મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી ગણેશ મહોત્સવ-૨૦૨૩માં “Save Forest” થીમ પર આકર્ષક ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. જે હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આધુનિક યુગમાં મનુષ્યોની જરૂરિયાતો સંતોષવા માટે ઝડપથી જંગલોનો વિનાશ થઇ રહયો છે પરિણામે જળવાયું પરીવર્તની સમસ્યા વધુ વકરી રહી છે

જેને કારણે વરસાદની અનિયમિતતા, ઉનાળાની ગરમીમાં વધારો, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આફતોમાં વધારો થઇ રહ્યો છે તેમજ વન્ય પ્રાણીઓ દીપડા, વાંદરા,જંગલી ભુંડ અને અજગર,નાગ,કામળીયો જેવા ઝેરી સાપોનો શહેરી અને ગામનાં રહેણાંક વિસ્તારો ત્રાસ વધી રહ્યો છે

ત્યારે જલારામ ધામ નવયુવક મંડળ, આમધરા દ્વારા જંગલોની કુદરતી સંપતિ “જળ, જંગલ, જમીન” અંગે લોકોમાં જાગૃતિ આવે અને જંગલોના વિનાશ અટકાવવામાં આવે , પ્રદુષણમાં ઘટાડો થાય અને વધુમાં વધુ વૃક્ષા રોપણની પ્રવુતિઓ કરવાં લોકો પ્રેરાય એ હેતુથી નદી, સરોવર, ધોધ, વુક્ષો આવરી લઇ જંગલ તૈયાર કરી “Save Forest” થીમ પર આકર્ષક ડેકોરેશન તૈયાર કર્યું છે તેમજ ગણેશ પંડાલમાં “ जंगलो की जब करोगे रक्षा, तभी बनेगा जीवन अच्छा ” જેવાં સ્લોગનનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. હાલ “Save Forest” થીમ પર બનાવેલ કલાકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે તેમજ આ વિસ્તારની પ્રાથમિક અને માધ્યામિક શાળાઓનાં વિદ્યાર્થીઓમાં જંગલોનાં મહત્ત્વ અંગે જાગૃતિ આવે એ માટે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને મુલાકાતે લાવી રહ્યાં છે. જલારામધામનાં પ્રમુખશ્રી રજનીભાઈ પટેલના જણાવ્યાં અનુસાર મંડળનાં ચિત્રકાર ઇશાન પટેલ અને મંડળનાં મહેનતુ યુવાનો દ્વારા આકર્ષક કલાકૃતિ તૈયાર કરવાં જહેમત ઉઠાવી હતી.

TODAY 9 SANDESH NEWS
આમિત મૈસુરીયા

Related Posts

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!