-વાંસદા ઉનાઈ પંથક ના વાપી શામળાજી હાઇવેના ખાડામાં કોઇનો જીવ જાય તે પહેલા સ્થાનિક યુવાનોએ ખાડા પૂર્યા
— “તંત્ર ના અધિકારીઓ માટે શરમજનક ઘટના સ્થાનિક યુવાનોએ તંત્ર નું કાર્ય કરી બતાવી તંત્ર ને ઘોર નિદ્રામાં થી જગાડવા નો પ્રયાસ કર્યો! ”
“ઢોર-નિંદ્રામાં પોઢી રહેલ તંત્ર જાગતુ નથી.સ્થાનિક યુવાનો પોતે જ મેદાને ઉતર્યા.! રસ્તા નાં ખાડા લોકો ને તો દેખાય છે પણ તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે ”
વાંસદા તાલુકાના ઉનાઈ ગામે બિસ્માર થયેલ માર્ગના યુવાનોએ જાતે જ ખાડા પુરી કાર્યભાર માથે લીધું અનેક રજુઆત બાદ પણ ઢોર-નિંદ્રામાં પોઢી રહેલ તંત્ર જાગ્યું નહી જાગતા નાગરિકોએ પોતે જ પોતાની રક્ષા કરવાનું નક્કી કર્યું દુઘર્ટના ટાળવા જાત મેહનત જીંદાબાદની નીતિ અપનાવી મેદાને ઉતરીને મસમોટા ખાડા પૂરતા તંત્રની લોલમપોલ-ખોલી નાખી અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ વાપી શામળાજી હાઇવે વરસાદમાં ધોવાઈ જતા અનેક નાના મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે રોડ અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે રાત્રે તો આ ખાડા જાણે વાહનચાલકો માટે જીવતું મોત બની સામે આવી રહ્યા હોય તેમ અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે
જેના કારણે કેટલાય લોકો દવાખાના નો ભોગ બન્યા છે પરંતુ નફ્ફટ તંત્રની કામગીરી પર લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા છે વારંવાર રજુઆત છતા હવે તંત્ર પર લોકોને ભરોસો રહ્યો નથી કારણ કે રાત્રે વાહન-ચાલકોને જીવનું જોખમ આવી પડતું હોય તેમ છતાં તંત્ર સહકાર આપતું નહિ હોવાનો આ મેસેજ વાહન ચાલકોમાં વાયુવેગે ફેલાઈ જતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છતાં તંત્ર ખાડા પુરવાની તસ્દી ન લેતા ગામના આ યુવાનો આગળ આવીને આ બિસ્માર માર્ગથી આવાગમન કરતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો નહિ પડે અને કોઇનો જીવ જાય તે પહેલા ગામના રાજા ભાનુશાલી ,મોંટુ પટેલ
મિત ભાનુશાલી ,દેવ ઢીમર સહિતના દસ જેટલા યુવાનોએ ટ્રેકટરમાં મટીરીયલ મંગાવીને તગારા પાવડા લઈને જાત મેહનત જીંદાબાદની નીતિ અપનાવી જાતે જ ખાડા પૂરતા વાહનચાલકોને પડતી હાલાકીનુ હાલ પુરતુ નિરાકરણ લાવ્યા હતા નેશનલ હાઇવે-૫૬ ધોવાઈ જતા
બિસ્માર માર્ગને લઈને નાના- મોટા અકસ્માત બાઇક સ્લિપ થઇ જવાની વારં-વાર ઘટના બનતા વાહન ચાલકોને તંત્ર પર વિશ્વાસ ઓછો રહ્યો હોવાની શંકા ઉપજાવે છે ત્યારે આખી ચોમાસાની સીઝન બાકી છે અને આ રસ્તો ફરી બિસ્માર થઈ જવાની પૂરેપૂરી શકયતા છે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે પાકુ મટીરીયલ નાખી આ ખાડાઓ પુરવામા આવેતો રોજની આ સમસ્યા દૂર થાય એવી તંત્ર પાસે લોકોની માંગ ઉઠવા પામેલ છે.
અમિત મૈસુરીયા